અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) ખાતે સૌ પ્રથમવાર ઇન્ટરસ્કૂલ STEM UN 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને રાજસ્થાન રાજ્યની કુલ 9 શાળાઓના પ્રતિનિધીઓ સાથે તેમાં ક્લાયમેટ ચેન્જ સહિતના વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ અને વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર સર્જનાત્મક વિચારો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
AVMA ખાતે પ્રથમ ઇન્ટરસ્કૂલ STEM UN 2.0 એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમમાં 9 શાળાઓનું પ્રતિનિધિત્વ કરતા 30 પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા. સામાન્ય સભાની વિવિધ સમિતિઓએ આબોહવા પરિવર્તન સામે લડવા માટે નવીન ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં ક્લાઇમેટ ટેક્નોલોજી અને નવીનતા, સ્ટેમ અને આબોહવા પ્રક્રિયાઓ, ટકાઉ વિકાસ અને સંશોધન પર કાઉન્સિલ, પર્યાવરણીય નીતિ અને આબોહવા કરાર વગેરેનો સમાવેશ થાય છે.
આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવા માટે તેમની આંતરદૃષ્ટિ, વિચારો અને વ્યૂહરચના રજૂ કરતા ટકાઉ ભવિષ્ય નિર્માણ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. યુવાપેઢી માટે અર્થપૂર્ણ ચર્ચાઓ અને વિચાર-વિમર્શમાં માટેનું તે ખાસ પ્લેટફોર્મ હતું.
STEM UN 2.0 માં વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ દ્વારા પોઝિશન પેપર રજૂ કરી અને ઠરાવો તૈયાર કરવામાં આવ્યા હતા. આશાસ્પદ પ્રતિનિધિઓ દ્વારા 17 દેશોનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. તેમણે ક્લાયમેટ ચેન્જની સાર્વત્રિક સમસ્યાનો સામનો કરવા માટે STEM ઉકેલો હાંસલ કરવા અન્ય દેશો સાથે સહયોગ પણ કર્યો હતો.
શ્રેષ્ઠ પ્રતિનિધિઓ, મધ્યસ્થીઓ, પોઝિશન પેપર, અદ્યતન ઉકેલો અને પર્યાવરણ પ્રત્યે અતિશય સભાન પ્રતિનિધિઓને તેમાં પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ ધપાવતા AVMA અનોખુ યોગદાન આપી રહ્યું છે.
