અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) મુંદ્રાએ ફરી એકવાર અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 11મા આંતરરાષ્ટ્રીય સમુદ્ર મંથન એવોર્ડ્સ-2024 માં અદાણી મુંદ્રા પોર્ટે મેદાન માર્યુ છે. મુંદ્રા પોર્ટના ઉત્કૃષ્ટ યોગદાન અને નોંધપાત્ર સિદ્ધિઓ માટે 2024નો ‘શિપિંગ ટર્મિનલ ઑફ ધ યરનો એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.
મુંબઈ ખાતે ગુરૂવાર (21મી નવેમ્બર)ના રોજ આયોજિત સમુદ્ર મંથન એવોર્ડ્સમાં APSEZ – મુન્દ્રા પોર્ટને પ્રતિષ્ઠિત શિપિંગ ટર્મિનલ ઑફ ધ યરનો એવોર્ડ એનાયત થયો છે. સમુદ્ર મંથન પુરસ્કારો પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા વિગતવાર પસંદગી પ્રક્રિયા દ્વારા ભારતીય મેરીટાઇમ ફ્રેટરનિટીમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપનારને એનાયત કરવામાં આવે છે.
અદાણી પોર્ટ્સને મળેલો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ઓપરેશન અને સામુદ્રિક વ્યાપારની ગતિવિધીઓમાં નોંધનીય યોગદાનનો પુરાવો છે. APSEZ સંચાલિત સેવાઓમાં ઓક્ટોબર મહિના દરમિયાન ઓપરેશનલ કામગીરીમાં વૃદ્ધિ નોંધાઈ હતી. અદાણી પોર્ટ મુન્દ્રા અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે.
ઑક્ટોબરમાં મુંદ્રા પોર્ટ કુલ 37.9 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગોનું સંચાલન કર્યું હતું. આ સાથે કંપનીના YTD (વર્ષ-ટુ-ડેટ) કાર્ગો હેન્ડલિંગમાં વધારો નોંધાયો હતો. મુન્દ્રા પોર્ટ જહાજોના સૌથી ઝડપી ટર્ન અરાઉન્ડ ટાઈમનો પણ રેકોર્ડ ધરાવે છે.
ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સતત સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને મુન્દ્રા પોર્ટ નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. કાર્ગો હેન્ડલિંગ, કન્ટેનર રેક હેન્ડલીંગ, અને મરીન ઓપરેશન્સમાં અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કરનાર મુંદ્રા પોર્ટ ભારતનું એકમાત્ર પોર્ટ છે.
