અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ ભણતર સાથે જીવન ઘડતરના મૂલ્યવાન પાઠ શીખ્યા

અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યશીલ છે. તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલ કેમ્પસમાં સ્કાઉટ અને ગાઈડ કેમ્પનું રસપ્રદ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને ટીમવર્ક, કૌશલ્ય વિકાસ અને શિસ્તને પ્રોત્સાહન આપવા જેવી બાબતોનું વ્યવહારુ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ શિબીરમાં વિદ્યાર્થીઓએ સૌ પ્રથમવાર એવી પ્રવૃત્તિઓ અનુભવી, જે માત્ર પુસ્તકોમાં વાંચી કે જોઈ હતી.  

સ્કાઉટ અને ગાઇડ શિબિર તમામ સહભાગીઓ માટે એક યાદગાર અનુભવ હતો. આ કેમ્પમાં ધ્વજોત્સવ, બોક્સિંગ, રસોઈની તકનીકો, હાઈકિંગ અને મનોરંજક ટીમ ગેમ્સ, કેમ્પ ગેજેટ-મેકિંગ, સંકટ સમયે જીવન ટકાવી રાખવાની તકનીકો જેવી અનેક જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.

ધ્વજવંદન સાથે થયેલી શિબિરની શરૂઆતમાં સહભાગીઓ ગર્વ અને આદર સાથે સ્કાઉટિંગના મૂલ્યો શીખ્યા હતા. બોક્સિંગ સત્રમાં પ્રશિક્ષકોએ વિવિધ સંરક્ષણ તકનીકો થકી શિબિરાર્થીઓને સ્વ-રક્ષણ માટે સશક્ત બનવાની તાલીમ આપી હતી. જેનાથી તેમનો આત્મવિશ્વાસ, સ્થિતિસ્થાપકતા અને વ્યક્તિગત સુરક્ષાની સમજ વધી હતી.

રસોઈની તકનીકો શીખવવા સહભાગીઓને પરંપરાગત ચુલા (માટીના ચૂલા) પર ખીચડી બનાવવાની તક મળી હતી. સાદું છતાં પૌષ્ટિક ભોજન તૈયાર કરવાથી તેમનામાં કોઠાસૂઝ અને ધૈર્યની સમજ વિકસી હતી, કારણ કે ચૂલા પર રસોઈ બનાવવા માટે સાવચેતીપૂર્વક સંભાળવું  ખૂબ જરૂરી છે. 

શિબિરાર્થીઓએ હેરિટેજ સાઇટ સરખેજ રોઝાની મુલાકાત લઈ મનોરંજક ટીમ-નિર્માણની રમતો, અને કુદરતી સૌંદર્યને માણ્યું. કેમ્પ ગેજેટ-મેકિંગ પ્રવૃત્તિ અંતર્ગત તેમણે વાંસમાંથી ટ્રાઇપોડ્સ, ટુવાલ રેક્સ, હેંગર્સ અને અન્ય આવશ્યક વસ્તુઓનું નિર્માણ કર્યું.  

વિદ્યાર્થીઓને મર્યાદિત સંસાધનોનોને મેનેજ કરવા સ્કાઉટ અને ગાઈડ સ્કાર્ફનો ઉપયોગ કરીને કામચલાઉ સ્ટેટચર બનાવતા શીખવવામાં આવ્યું. બાળકો ખોરાક અને પાણીનો બચાવ કરી તેને કરકસરથી વાપરવાનું શીખ્યા હતા.

સ્કાઉટિંગ અને માર્ગદર્શનની સાચી ભાવનાને મૂર્તિમંત કરતા વિદ્યાર્થીઓ શિસ્ત, આત્મનિર્ભરતા, ટીમ વર્ક અને આઉટડોર્સના પાઠ શીખ્યા હતા. તેઓને મૂલ્યવાન જીવન કૌશલ્ય સાથે આકર્ષક પ્રવૃત્તિઓ દ્વારા યાદગાર ક્ષણો માણવાની મજા અને ઉંડી સમજ મળી હતી.

Leave a comment