અદાણી જૂથની સાહયથી બોટાદ ના છાત્ર સફર બની આત્મનિર્ભરતા તરફ

અદાણી ફાઉન્ડેશન જરૂરિયાતમંદ યુવાઓના જીવનમાં આત્મનિર્ભરતાનો પ્રકાશ પાથરી રહ્યું છે. આવો જ એક કિસ્સો છે અદાણી વિદ્યામંદિર-ભદ્રેશ્વરના વિદ્યાર્થી મનદિપસિંહનો. અતિ-સાધારણ પૃષ્ટભૂમિ ધરાવતો મનદિપ આજે સફળતાની સીડીઓ ચઢીને આત્મનિર્ભરતા અનુભવી રહ્યો છે. નાનકડા ઈશ્વરીયા ગામના સીમાડા તોડી તે બહુરાષ્ટ્રીય કંપનીમાં ઈજનેર તરીકે સેવા આપી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો છે.  

બોટાદના મનદિપની અત્યારસુધીની યાત્રા અનેક યુવાઓ માટે પ્રેરણાદાયી છે. પિતાની મર્યાદિત આવક હોવાથી ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવવા તેણે કાકા સાથે ભદ્રેશ્વરમાં રહેવાનું શરૂ કર્યુ. અદાણી વિદ્યામંદિરમાં તેણે 7મા ધોરણથી અભ્યાસ શરૂ કર્યો હતો. વિદ્યામંદિરના વિનામૂલ્યે આપતા સર્વાંગી શિક્ષણથી તેના પ્રદર્શનમાં થયેલો ઉત્તરોત્તર સુધારો ઉડીને આંખે વળગતો હતો.

ધોરણ 10માં ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી મનદિપે ડિપ્લોમા ઈજનેરી અભ્યાસમાં પ્રવેશ મેળવ્યો. અદાણી ફાઉન્ડેશને તેની શૈક્ષણિક ફી સહિતનો તમામ ખર્ચ ઉપાડી લીધો. જુલાઈ 2021માં તેમનો એન્જિનિયરિંગ ડિપ્લોમા પૂર્ણ કર્યો. અદાણી ફાઉન્ડેશન દ્વારા આર્થિક સહાય થકી મનદિપે કોમ્પ્યુટર ઈજનેરીમાં સ્નાતકની ડિગ્રી મેળવવા વડોદરાની વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને સારા ગુણાંક સાથે ઉત્તીર્ણ પણ થયો. જોકે, અદાણી ફાઉન્ડેશનના પ્રયત્નોથી તેની પ્રગતિની સફર અવિરત ચાલતી રહી. આજે મનદિપ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડમાં કામ કરી રહ્યો છે.

મનદિપ જણાવે છે કે, “અદાણી ગ્રૂપ તરફથી મળેલી શૈક્ષણિક અને આર્થિક સહાય બદલ હું તેમનો ખૂબ જ આભારી અને ઋણી છું. આજે હું જે કાંઈ છું તેમાં અદાણી જૂથની ખૂબ જ મોટી ભૂમિકા છે. જો તેઓએ સમયસર મદદનો હાથ લંબાવ્યો ન હોત તો, કદાચ આજે હું આ કક્ષાએ આત્મનિર્ભર બની શક્યો ન હોત.”

વર્ષે માંડ-માંડ 2૦-25 હજારની આવક ધરાવતા પરિવારો માટે અદાણી વિદ્યામંદિર અમૂલ્ય આશીર્વાદથી કમ નથી!! મનદિપ ઉજ્જવળ ભવિષ્યની જ્યોત પ્રજવલિત કરી જીવનને તેજોમય બનાવી રહ્યો છે. કુટુંબને આર્થિક મદદ સાથે તે સમાજના અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે. અદાણી જૂથ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પથપ્રદર્શક બની તેમના જીવનમાં ઉજાસ પાથરી રહ્યું છે.

Leave a comment