આજે (14 નવેમ્બર) સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 1,316 ઘટીને રૂ. 73,944 થયો છે. અગાઉ તેની કિંમત 75,260 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.
ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો. તે રૂ. 2,189 ઘટીને રૂ. 87,558 પ્રતિ કિલોગ્રામ થયો છે. અગાઉ ચાંદી 89,747 રૂપિયા હતી. તેમજ, 23 ઓક્ટોબરના રોજ ચાંદીએ રૂ. 99,151 અને 30 ઓક્ટોબરના રોજ સોનું રૂ. 79,681 ઓલ ટાઈમ હાઈ પર હતી.
છેલ્લા 15 દિવસમાં 24 કેરેટ સોનું 5,737 રૂપિયા (7%) પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. 30 ઓક્ટોબરે 24 કેરેટ સોનું 79,681 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે હતું, જે હવે ઘટીને 73,944 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે 23 ઓક્ટોબરે ચાંદી 99,151 રૂપિયા પર પહોંચી ગઈ હતી, જે હવે 87,558 રૂપિયા પ્રતિ કિલો છે.
દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 69,500 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 75,800 રૂપિયા છે.
મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 69,350 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 75,650 રૂપિયા છે.
કોલકાતા: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 69,350 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,650 રૂપિયા છે.
ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 69,350 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 75,650 રૂપિયા છે.
ભોપાલ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 69,400 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 75,700 રૂપિયા છે.
