અદાણી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય સેવાના પ્રારંભથી અબડાસા અને લખપત તાલુકાઓના લોકોને સ્વાસ્થ્ય લાભ થશે

અદાણી ફાઉન્ડેશન દ્વારા સાંઘીપુરમ ખાતે નિષ્ણાત તબીબોની આરોગ્ય સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંતરિયાળ વિસ્તારના જૂરિયાતમંદ લોકોને અદાણી આરોગ્ય કાર્યક્રમ સેવા અંતર્ગત આ સેવાને પ્રારંભ કરવામાં આવ્યો છે. હવેથી દર બુધવારે નિષ્ણાત તબીબોની ટીમ તમામ જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડશે. આ સેવારૂપી કાર્યને સફળ બનાવવા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી મેડિકલ સેન્ટર સાંઘીપુરમ ખાતે હવે ભુજના નિષ્ણાત ડોકટરોની ટીમ તબીબી સેવાઓ માટે ઉપલબ્ધ છે. અબડાસા અને લખપત તાલુકાઓમાં ગાયનેક, બાળરોગ નિષ્ણાત અને જનરલ સર્જનની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ નહોતી, તેવામાં આરોગ્ય સુવિધાઓ થકી અનેક લોકોને મદદ મળશે. એટલું જ નહીં, જરૂરિયાતમંદ દર્દીઓને માંડવી કે ભુજ સુધી પ્રવાસનો ખર્ચ અને સમય બચવાની સાથે વિનામૂલ્યે તબીબી માર્ગદર્શન મળી શકશે.

આ સેવાનો શુભારંભ કરાવતા અદાણી સિમેન્ટના પ્લાન્ટ હેડ વિવેકકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે “અદાણી ફાઉન્ડેશન દ્વારા હંમેશા આ વિસ્તારમાં લોકોની જરૂરિયાતને પારખીને સેવાકીય કામગીરી થઈ રહી છે. અનુભવી નિષ્ણાત ડોક્ટરોની સેવા લોકોને ખૂબ જ ઉપયોગી થશે.”

ચાલુ વર્ષે ખાવડા સી.એસ.સી. ખાતે શરૂ કરવામાં આવેલી આરોગ્ય સેવાઓના આશાસ્પદ પરિણામો મળતા સાંઘીપુરમ ખાતે આ નવતર સેવાઓ શરૂ કરવામાં આવી છે. ખાવડામાં છેલ્લા 8 માસમાં શરૂ કરેલ નિષ્ણાંત ડોકટરોએ 45૦૦ થી વધુ દર્દીઓને સરવાર આપી છે.

આંતરિયાળ ગામોમાં રહેતા લોકો ઘરઆંગણે મેડિકલ સુવિધાઓના અભાવે છાસવારે આકરી પીડા સહન કરતા હોય છે. અદાણી ફાઉન્ડેશનની ટીમ તેમનું આ દર્દ સમજીને અવારનવાર મેડિકલ કેમ્પ્સનું આયોજન કરાવતી રહે છે.  અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવા માટે હોસ્પિટલો, ક્લિનિક્સ અને મોબાઇલ મેડિકલ એકમોની સ્થાપના કરી છે. આ પ્રયાસોએ માત્ર સ્વાસ્થ્ય પરિણામોમાં જ નહીં, પરંતુ સ્વચ્છતા અને નિવારક આરોગ્યસંભાળની જાગૃતિ વિસ્તારવામાં પણ યોગદાન આપ્યું છે.

Leave a comment