રાજ્ય અને કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી દેજો નહીં તો તમારું પેન્શન અટકી શકે છે. સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટરમાં 1 ઑક્ટોબરથી શરુ થયેલી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની મુદ્દત આ મહિનાના અંતે પૂર્ણ થવાના આરે છે.
જો કોઈ કારણોસર તમે નિશ્ચિત સમય પર લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા તો તમે આગામી મહિને અથવા ત્યારબાદ પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. પરંતુ પેન્શન તો અટકી જ જશે, લાઇફ સર્ટિફિકેટ જમા કરાવ્યા બાદ જ ફરી શરુ થશે.
લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટેના જરૂરી દસ્તાવેજઃ
- પીપીઓ નંબર
- આધાર નંબર
- બૅન્ક ખાતાની વિગતો
- આધાર સાથે લિંક મોબાઇલ નંબર
