સોરિયાસિસએ ત્વચાનો એક રોગ છે જેમાં નવી ત્વચા ઝડપથી બને છે અને જુની ત્વચા ઉપરના ભાગે જમાં થાય છે, જેથી ચામડીનો થર જમાં થાય છે, જે સામાન્ય રીતે કોણી, ઘૂંટણ અને શરીરના અન્ય ભાગો પર લાલ ચાઠાં સાથે સફેદ પપડીઓ તરીકે દેખાય છે. તેમાં કેટલીકવાર નખ અને સાંધા સામેલ હોઈ શકે છે.
જી.કે.જન અદાણી હોસ્પિટલના સ્કિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફસર ડો. જુઈ શાહે ઠંડીની ઋતુ પહેલાં વિશ્વ સોરિયાસીસ ડે ૨૯ ઓકટો.નિમિતે જણાવ્યું હતું.
હોસ્પિટલના સિનિ. રેસિ. ડો. ઐશ્વર્યા રામાણીના જણાવ્યા મુજબ સોરિયાસિસએ ચેપી રોગ નથી, અને સંપર્ક દ્વારા પ્રસારિત થઈ શકતો નથી. મોટાભાગના દર્દીઓમાં રોગ વકરવાનું કારણ ઋતુમાં ફેરફાર(શિયાળો) તેમજ શારીરિક અને માનસિક તનાવ હોય શકે છે.
સોરિયાસિસ રોગ ને કાબૂ કરવા માટે દૈનિક જીવનશૈલીમાં ફેરફાર જેવા કે નિયમિત કસરત, તાજી હવા, પૌષ્ટિક અને પ્રોટીનયુક્ત આહાર, ધૂમ્રપાન અને દારૂનુ સેવન ટાળો, પૂરતી ઉંઘ, કસરત સાથે ત્વચારોગ નિષ્ણાંત પાસેથી નિયમીત સારવાર જેમાં ક્રીમ, moituriser સાથે ગંભીર રોગ ની પરિસ્થિતિમાં મૌખિક/ઇંજેક્ટબલ દવાઓ/ UV થેરાપી જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. એવું ચામડી વિભાગના ડો. પ્રેરક કથીરીયા અને ડો. મીરા પટેલ એ જણાવ્યું.
ડો. નૌશીન શેખ અને ડો. જય અમલાનીના મંતવ્ય મુજબ દર્દીએ ત્વચારોગ નિષ્ણાતની સલાહ લીધા વિના ઓનલાઈન ખરીદીનો આશરો ના લેવો. હંમેશા ડૉક્ટરને સારવારની પ્રગતિ વિશે માહિતગાર રાખી અને સમયસર ફોલો અપ જરૂરી છે.
