પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શહીદ દિન નિમિત્તે વીરગતિ પામેલા પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ

21 ઓક્ટોબર એટલે દેશમાં શહીદ થયેલા પોલીસ જવાનોના માનમાં પોલીસ શહીદ દિન (સંભારણા દિન) તરીકે કાર્યક્રમ યીજસ્ય છે. પોલીસ વિભાગમાંથી અકાળે કુદરતને વ્હાલા થયેલા કર્મચારીઓને યાદ કરવામા આવે છે. તે અન્વયે આજે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગાંધીધામના શિણાય ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક એ.વી.રાજગોર ડી.આર.ભાટીયા. મુકેશ ચૌધરી .સાગર સાંબડા એલસીબી પી.આઈ એન.એન.ચુડાસમા એસઓજી પીઆઇ ડી. ડી. ઝાલા આરપીઆઇ જે.એસ.ગજેરા સહિતના અંજાર ભચાઉ ડીવીઝન ના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ શહીદ દિન નિમિત્તે 2023-24 માં ભારતમાં શહીદ થયેલ પોલિસ જવાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

Leave a comment