અદાણી ગ્રૂપ માટે સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક સારા સમાચાર આવ્યા

અદાણી ગ્રૂપ માટે સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક સારા સમાચાર આવ્યા છે. તેલંગાણા હાઈકોર્ટના આદેશને ફગાવતા સુપ્રીમ કોર્ટે અદાણી પાવરના KSK મહાનદી પ્રોજેક્ટ (KMP)ના રિઝોલ્યુશન પ્રક્રિયાને પુનર્જીવિત કરી છે. સુપ્રીમે 1,800-MW KMPની નાદારીની સમાધાન પ્રક્રિયાને પુનર્જીવિત કરી છે. અદાણી પાવરે સ્ટ્રેસ્ડ થર્મલ પ્રોજેક્ટ માટે રૂ. 27,000 કરોડની ઓફર સાથે ધિરાણકર્તાઓ માટે 92% રિકવરી સુનિશ્ચિત કરતી સૌથી વધુ બિડ કરી હતી.

વૈવિધ્યસભર અદાણી જૂથની એનર્જી કંપનીઓ તેના બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. અદાણી પાવરે KSK મહાનદી પાવર માટે રૂ. 27,000 કરોડની બિડ કરી હતી છે.  

નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી KSK મહાનદી પાવર કંપનીની ક્ષમતા 1800 મેગાવોટ પાવર જનરેશનની છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે નાદારીની પ્રક્રિયાને સ્થગિત કરવાનો કે થર્મલ પાવર કંપની અને તેની બે પેટાકંપનીઓ – KSK વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાયગઢ ચંપા રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નાદારીની કાર્યવાહી એકત્રીકરણ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી.

સુપ્રીમ કોર્ટે KSK મહાનદી પાવર કંપનીના લેણદારોની સમિતિની અપીલને મંજૂરી આપતા કહ્યું હતુ કે હાઈકોર્ટે અન્ય પક્ષકારોને નોટિસ જારી કર્યા વિના આદેશ પસાર કર્યો છે. હાઇકોર્ટનો આદેશ ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો હતો.

દરમિયાન આ પ્રોજેક્ટની સૌથી મોટી ધિરાણકર્તા બેંકોમાંની એક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સમાધાન યોજના હેઠળ મામલો હલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી.

KSK મહાનદી પાવર કંપની પાસે છત્તીસગઢમાં 3,600 મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ હતો. હાલ તેની પાસે 600 મેગાવોટના ત્રણ કાર્યકારી એકમો છે અને બાકીના એકમો બાંધકામ હેઠળ છે.  ધિરાણકર્તાઓએ KSK મહાનદી સામે રૂ. 29,330 કરોડના દાવા કરી 2020માં દેવું ચૂકવવામાં ફર્મ ડિફોલ્ટ થયા બાદ ડેટ રિઝોલ્યુશન માટે મોકલવામાં આવી હતી.

Leave a comment