દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં આ પહેલા ચૂંટણી પંચે 16મી ઓગસ્ટે હરિયાણા વિધાનસભા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી જાહેર કરી ત્યારે એવી ચર્ચા હતી કે, પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની પણ તારીખ જાહેર કરશે. જોકે પંચે બંને રાજ્યો માટે કોઈ જાહેરાત કરી ન હતી.
ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસબાની ચૂંટણીની તારીખ જાહેર કરીને બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. પંચની જાહેરાત મુજબ પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે. જ્યારે બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે, જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. જાહેર મુજબ 22 ઓક્ટોબરે નોટિફિકેશન, નોમિનેશનની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર, નોમિનેશન સ્ક્રુટિની 30 ઓક્ટોબર, ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર રહેશે.
ઝારખંડ ચૂંટણી અંગે ચૂંટણી પંચે કહ્યું કે, 24 જિલ્લાની 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ 81 બેઠકોમાંથી 44 બેઠકો જનરલ કેટેગરીની છે. જ્યારે 9 બેઠકો એસસી માટે અને 28 બેઠકો એસટી કેટેગરી માટે અનામત છે.
ચૂંટણી પંચે કહ્યું કે, મતદાન વખતે મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે કેટલીક ખુરશીઓ મુકવામાં આવશે. ખાસ કરીને મતદાન કરતી વખતે વૃદ્ધોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવશે. વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.
ચૂંટણીની તારીખોની જાહેરાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે. મહારાષ્ટ્ર વિશે માહિતી આપતા CECએ કહ્યું કે રાજ્યમાં કુલ 1,00,186 મતદાન મથકો બનાવવામાં આવશે.
ચૂંટણી પંચ આજે, 15 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ટૂંક જ સમયમાં કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં 5 તબક્કામાં મતદાન થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024ના રોજ પુર્ણ થાય છે, જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થાય છે.
બંને રાજ્યોમાં ચૂંટણીની સાથે 13 રાજ્યોની 3 લોકસભા અને 49 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ શકે છે. કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામાને કારણે ખાલી થઈ છે, મહારાષ્ટ્રની નાંદેડ બેઠક કોંગ્રેસના સાંસદનું અવસાન થવાથી ખાલી થઈ છે અને પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક તૃણમૂલના સાંસદના નિધનને કારણે ખાલી થઈ છે.
આ સિવાય 13 રાજ્યોની 49 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. જેમાં ઉત્તર પ્રદેશના 10, રાજસ્થાનના 7, પશ્ચિમ બંગાળના 6, આસામના 5, બિહારના 4, પંજાબના 4, કર્ણાટકના 3, કેરળના 3, મધ્યપ્રદેશના 2, સિક્કિમના 2, ગુજરાતની 1, ઉત્તરાખંડની 1 અને છત્તીસગઢની 1 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા બે વખત (2014 અને 2019) એક તબક્કામાં જ ચૂંટણી યોજાઈ રહી છે. 2014માં તમામ 288 બેઠકો માટે 15 ઓક્ટોબરે મતદાન થયું હતું. જ્યારે 2019માં એક તબક્કામાં 30 નવેમ્બરે મતદાન થયું હતું.
જ્યારે ઝારખંડમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં પાંચ-પાંચ તબક્કામાં મતદાનનો ટ્રેન્ડ છે. 2014માં 25 નવેમ્બર, 2 ડિસેમ્બર, 9 ડિસેમ્બર, 14 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે 2019માં 30 નવેમ્બર, 7 ડિસેમ્બર, 12 ડિસેમ્બર, 16 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરે મતદાન થયું હતું.
મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે શિવસેના, ભાજપ અને એનસીપી અજિત પવાર જૂથની સરકાર છે. સત્તા વિરોધી અને 6 મોટી પાર્ટીઓમાં મતોનું વિભાજન સાધના પાર્ટી માટે મોટો પડકાર હશે.
2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી INDIA ગઠબંધનને 30 અને NDAને 17 બેઠકો મળી હતી. જેમાં ભાજપને 9, શિવસેનાને 7 અને એનસીપીને માત્ર 1 સીટ મળી છે. ભાજપે 23 બેઠકોનું નુકશાન થયું. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 41 બેઠકો મળી હતી. 2014માં આ આંકડો 42 હતો. એટલે કે અડધા કરતાં પણ ઓછી.
2024ની લોકસભા ચૂંટણી અનુસાર, ભાજપ લગભગ 60 સીટો સુધી ઘટી જશે. વિપક્ષ ગઠબંધનના સર્વેમાં MVA એટલે કે મહાવિકાસ અઘાડીને રાજ્યની 288 બેઠકોમાંથી 160 બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપ માટે મરાઠા આંદોલન સૌથી મોટો પડકાર છે. આ સિવાય શિવસેના અને એનસીપીમાં જોડતોડ બાદ લોકો ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.
ઝારખંડમાં મહાગઠબંધન એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ની આગેવાની હેઠળની સરકાર છે. જેમાં કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે. ઝારખંડમાં સરકાર બનાવવા માટે ભાજપે સંથાલ પરગણા અને કોલ્હાન વિભાગની 32 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
સંથાલ પરગણાની 18 વિધાનસભા બેઠકોમાંથી હાલમાં માત્ર ત્રણ બેઠકો ભાજપ પાસે છે. છેલ્લી ચૂંટણીમાં કોલ્હાન વિભાગની 14 વિધાનસભા બેઠકો પર ભાજપ ખાતું પણ ખોલાવી શક્યું ન હતું. તત્કાલિન મુખ્યમંત્રી રઘુવર દાસને પણ જમશેદપુર પૂર્વથી હારનો સામનો કરવો પડ્યો હતો.
જાન્યુઆરીમાં, હેમંત સોરેનને ભ્રષ્ટાચારના કેસમાં સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ જેલમાં જવું પડ્યું હતું. જો કે, જામીન મળ્યા બાદ, તેઓ બહાર આવ્યા અને 156 દિવસમાં ચંપાઈ સોરેન પાસેથી સીએમ પદ પાછું લઈ લીધું. આ પછી ચંપાઈ ભાજપમાં જોડા/e. ઝારખંડ ચળવળમાં શિબુ સોરેનના સાથીદાર ચંપાઈને કોલ્હન ટાઈગર પણ કહેવામાં આવે છે.
