મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે પડેલી તરાડોની અટકળોને હવે મુખ્યમંત્રી અજીત પવારે નકારી દીધી છે. પવારે શુક્રવારે (11 ઓક્ટોબર) કહ્યું કે, ગુરૂવારે લાતૂરમાં ખેડૂતોના એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ કેબિનેટની બેઠકમાંથી જલ્દી નીકળી ગયો હતો. મારી અને મુખ્યમંત્રી એકનાથ શિંદે અથવા મહાયુતિમાં કોઈની વચ્ચે કોઈ મતભેદ નથી.
વળી, વિપક્ષની મહાવિકાસ અઘાડીએ આ મુદ્દા પર રાજ્ય સરકાર પર કટાક્ષ કર્યો. કોંગ્રેસે નેતા પ્રતિપક્ષ વિજય વડેટ્ટીવારે કહ્યું કે, અજીત પવારને સાઇડલાઈન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અજીત પવાર કેબિનેટની બેઠકથી જલ્દી નીકળી ગયાં અને બાદમાં 38 નિર્ણય લેવામાં આવ્યા. ત્યાં હાજર દિગ્ગજ અધિકારીઓએ કહ્યું કે, જ્યારે મોટા નાણાંકીય નિર્ણય લેવામાં આવ્યા, ત્યારે નાણાંકીય વિભાગનો પ્રભાર સંભાળી રહેલા અજીત પવાર ગાયબ હતાં.
જોકે, આ વિષય પર સ્પષ્ટતા આપતાં અજીત પવારે કહ્યું, ‘કેબિનેટની બેઠક મોડા શરૂ થઈ હતી અને મારે પહેલાંથી નક્કી કરેલી બેઠક માટે નીકળવું પડ્યું. કેબિનેટની બેઠક સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ તે મોડા શરૂ થઈ. મને નાંદેડ પહોંચવા માટે ફ્લાઇટ લેવાની હતી અને બાદમાં ખેડૂતો સાથે બેઠકમાં ભાગ લેવા માટે અહેમદપુર માટે હેલિકોપ્ટરથી જવાનું હતું. તેથી હું મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડીસીએમ ફડણવીસને સૂચિત કરીને ત્યાંથી નીકળી ગયો.
જોકે, આ વિશે વડેટ્ટીવારે કહ્યું, ‘એ વાત સામે આવી રહી છે કે, કેબિનેટની બેઠકમાં હંમેશા વિવાદ થતાં રહે છે, પરંતુ આ વિવાદ રાજ્યના હિત નહીં પોતાના સ્વાર્થ માટે હોય છે. ખજાનામાં પૈસા ન હોવા છતાં 80 નિર્ણય લેવામાં આવ્યા. અજીત પવારે નાણાંકીય વિભાગને અનુશાસિત કરવાનો પ્રયાસ કર્યો. હાલમાં જ નાણાંકીય અનુશાસનને કમજોર કરવામાં આવી રહ્યું છે. મહાયુતિ રાજ્યને કંગાળ કરી દેશે. તેથી જ અજીત પવારે કેબિનેટની બેઠકથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો.
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ‘મહાયુતિમાં ક્યારેય બધું ઠીક હતું જ નહીં. ફક્ત શિવસેના અને એનસીપીને તોડવા માટે એક ગેરકાયદેસર સરકાર બનાવવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસની કોઈને પડી નથી, કારણ કે મુખ્યમંત્રીની હવે અમિત શાહ સાથે સીધી પહોંચ છે.’
