NPSમાં હવે ફરિજ્યાત યોગદાન આપવુ પડશે

ભારતીય કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ પેન્શન સ્કીમ નેશનલ પેન્શન સિસ્ટમના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કર્મચારીઓના યોગદાન મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પેન્શન અને પેન્શન ડિપાર્ટમેન્ટે 7 ઓક્ટોબર, 2024ના રોજ એક ઓફિસ મેમોરેન્ડમ રજૂ કર્યુ હતું. જેમાં આ ફેરફાર અંગે જાહેરાત કરવામાં આવી હતી.

માર્ગદર્શિકા અનુસાર, કર્મચારીઓએ હવે દરમહિને પોતાના પગારના 10 ટકા હિસ્સો એનપીએસમાં જમા કરાવવો પડશે. આ યોગદાનની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે, જેને રાઉન્ડ ફિગરમાં જાળવવામાં આવશે.

જો કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તો તેને એનપીએસ યોગદાન જારી રાખવા માટેનો વિકલ્પ મળશે. અર્થાત તે યોગદાન અટકાવી શકે છે અને સસ્પેન્શન પૂર્ણ થયા બાદ કામ પર પરત ફરે ત્યારે તે સમયે તેના પગારના આધારે ફરીથી યોગદાન જમા કરાવવામાં આવશે.

નવી માર્ગદર્શિકા મુજબ, કર્મચારીએ હવે તેના પ્રોબેશન પિરિયડમાંપણ એનપીએસમાં યોગદાન આપવુ પડશે. જેનો અર્થ થાય છે કે, વ્યક્તિ જેવો નોકરી કરવાની શરૂ કરે તેવો જ તેને રિટાયરમેન્ટનો લાભ આપતાં એનપીએસમાં સામેલ કરવામાં આવશે. જેથી તેને વધુને વધુ પેન્શનનો લાભ મળી શકે.

કર્મચારી નોકરી બદલે તો પણ તેનુ એનપીએસ યોગદાન તો જારી જ રહેશે. જેને તેઓ ટ્રાન્સફર કરાવી શકશે. વધુમાં યોગદાન આપવામાં વિલંબ થયો તો તેની અસર પેન્શન એકાઉન્ટમાં જમા મૂડી અને વ્યાજ પર થશે.

Leave a comment