હરિયાણા 2024 વિધાનસભા ચૂંટણી માટે 5 ઑક્ટોબરે મતદાન થયું હતું. ત્યારે આજે (8 ઑક્ટોબર) ચૂંટણી પરિણામો જાહેર થયા છે. હરિયાણામાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની હેટ્રિક જોવા મળી રહી છે. બીજી તરફ ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં હતી, કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી રહી હતી. ત્યારે હવે વિનેશ ફોગાટની 6 હજાર મતથી જીત થઈ છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી સાંજે 7:30 વાગ્યે દિલ્હીમાં ભાજપ કાર્યલય પહોંચશે. હરિયાણામાં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી જીતવા પર વડાપ્રધાન મોદી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદીએ હરિયાણામાં ભાજપની જીત માટે નાયબ સૈનીને ફોન કરીને શુભેચ્છા પાઠવી છે. આ સિવાય લાડવા વિધાનસભા બેઠકથી જીત મેળવ્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું કહેવું છે કે, ‘હું પ્રમાણ પત્ર લેવા જઈશ અને પછી જ્યોતિસર મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરીશ. હરિયાણાના 2.80 કરોડ લોકોએ આ સરકારને ચૂંટી છે અને અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધીશું.’
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપને બહુમતી મળી છે. જેને લઈને ગુરુગ્રામમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી અને એકબીજાને અભિનંદન આપવાનું શરુ કર્યુ છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં પણ ચૂંટણી પંચ ધીમી ગતિએ ડેટા અપડેટ કરી રહ્યું છે. શું ભાજપ જૂના ડેટા અને ભ્રામક વલણો દ્વારા વહીવટીતંત્ર પર દબાણ લાવવા માંગે છે?
હરિયાણા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. હાલના વલણો અનુસાર હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યું છે.
હરિયાણામાં શહેરી બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. 30 શહેરી બેઠકોમાંથી 21 પર ભાજપ આગળ છે. લગભગ 70 ટકા શહેરી મતદારો ભાજપ સાથે જોવા મળે છે. કોંગ્રેસ માત્ર 7 શહેરી બેઠક પર આગળ છે.
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ભૂપિન્દર સિંહ હુડ્ડાનું કહેવું છે કે, ‘વર્તમાન વલણ અનુસાર કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટી હાઇકમાન્ડ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરશે. કોંગ્રેસ પોતાની બહુમતી લાવશે. આનો શ્રેય રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના તમામ નેતાઓ અને હરિયાણાના લોકોને જશે.’
હરિયાણામાં મત ગણતરીના પ્રારંભિક વલણો કોંગ્રેસની તરફેણમાં હતા અને પક્ષને સંપૂર્ણ બહુમતી મળી રહી હતી, પરંતુ અચાનક ચિત્ર બદલાઈ જતાં ભાજપ આગળ વધી રહ્યું છે. તેમ છતાં કુમારી શૈલજાએ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
