દરેક કામદારને દિવાળી પહેલા 22,200 બોનસ મળશે

વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી યુનિયન કેબિનેટની બેઠકમાં મેજર પોર્ટ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ અને વર્કરો માટે 2020-’21 થી 2025-’26 સુધી અમલી રહેનાર બોનસ (પીએલઆર સ્કીમ) ને મંજુરી મળતા પોર્ટના કામદાર આલમાં આનંદ છવાયો છે.

સુધારેલી બોનસ સ્કીમ પ્રમાણે પોર્ટ સેક્ટરમાં 20,704 કર્મચારીઓને 200 કરોડનો લાભ મળશે તથા દિવાળી પહેલા દરેક કામદારને 22,200 જેટલુ બોનસ મળવાપાત્ર થશે. શિપિંગ મંત્રાલય દ્વારા આ અંગે ફેડરેશનના અગ્રણી કામદાર નેતાઓ સાથે અગાઉ બેઠકમાં નક્કી થયા મુજબ એક સ્કીમ કેબીનેટ સમક્ષ મુકવામાં આવી હતી, જેમાં મહિનાના 7 હજાર સીલીંગ પ્રમાણે બોનસની ગણતરી કરવા તથા પોર્ટની ઉત્પાદકતા જે 50% હતી, તે વધારીને 55% તથા 60% કરીને દર વર્ષે ચુકવણી કરવામાં આવશે આમ જે પોર્ટ પર ઉત્પાદકતા ઓછી હશે ત્યાંના કામદારોને બોનસમાં નુકશાન જશે.

આ અંગે કુશળ અકુશળ કામદાર સંઘના પ્રમુખ પુનમબેન જાટ તથા મહામંત્રી વેલજીભાઈ જાટ દ્વારા વડાપ્રધાન, શિપિંગ મંત્રીના ઝડપી નિર્ણય માટે આભાર માન્યો હતો અને એક એક નોંધમાં જણાવ્યું કે વેજ બોર્ડ પછી બોનસની સમજુતી પર યુનિયન કેબિનેટ દ્વારા મંજુરીની મહોર લગાવવામાં આવતા દીનદયાલ પોર્ટના હજારો કર્મચારીઓ, વર્કરોને આર્થિક ફાયદો થશે અને તે પૈસા સંકુલની બજારમાં આવતા તહેવારોના દિવસોમાં સ્થાનિક ધંધા રોજગારને પણ આર્થિક ફાયદો થશે.

Leave a comment