ફોરકસ રિઝર્વ વધીને 705 અબજની રેકોર્ડ ટોચે પહોંચી ગયું

– બેન્ક ઓફ અમેરિકાના જણાવ્યા મુજબ માર્ચ-૨૦૨૬ સુધીમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ વધી ૭૪૫ અબજ ડોલર થવાની શક્યતા

– રૂપિયાને પીઠબળ આપવા સરકારી બેન્કો કરન્સી બજારમાં સક્રિય બની

ભારતનું ફોરેક્સ રિઝર્વ વધુ ૧૨.૫૦ અબજડોલર વધી પ્રથમ વખત ૭૦૦ અબજ ડોલરની સપાટી વટાવીને ૭૦૪.૮૯ અબજ ડોલરના મથાળે પહોંચી ગયાના સમાચાર હતા. દરમિયાન, બેન્ક ઓફ અમેરિકાના જણાવ્યા મુજબ ભારતમાં માર્ચ ૨૦૨૬ સુધીમાં ફોરેક્સ રિઝર્વ વધી ૭૪૫ અબજ ડોલર થઈ જવાની શક્યતા છે.

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બે તરફી વધઘટના અંતે ધીમા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. શેરબજારમાં મંદીના મોજા છતાં કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો વધુ તૂટતો અટક્યો હતો. ડોલરના ભાવ રૂ.૮૩.૯૮ વાળા સવારે રૂ.૮૩.૯૫ ખુલી નીચામાં ભાવ રૂ.૮૩.૯૪ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૩.૯૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૯૭ રહ્યા હતા.

આરબીઆઈ વતી આજે અમુક સરકારી બેન્કો નોન-ડિલીવરેબલ ફોરવર્ડ તથા લોકલ સ્પોટ ફોરેક્સ માર્કેટમાં ડોલર વેંચતી જોવા મળી હતી  તેથી રૂપિયાને સપોર્ટ મળ્યો હતો. અમેરિકામાં જોબગ્રોથના ડેટા પર બજારની નજર હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૧૦૧.૯૯ વાલો નીચામાં ૧૦૧.૮૧ થઈ ૧૦૧.૯૧ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૪૨ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૦.૫૮ થઈ છેલ્લે  ભાવ રૂ.૧૧૦.૫૬ રહ્યા હતા.

યુરોપીયન કરન્સી યુરોના ભાવ જોકે ૧૧ પૈસા ઘટી નીચામાં રૂ.૯૨.૫૪ થઈ છેલ્લે ભાવ રૂ.૯૨.૫૮ રહ્યા હતા. રૂપિયા સામે જાપાનની ્રન્સી ૦.૧૧ ટકા ઉંચકાઈ હતી જ્યારે ચીનની કરન્સી નજીવી પીછેહટ બતાવી રહી હતી.

Leave a comment