કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવીમાં આશાપુરા માતાજીના સ્થાનક બુધવારે રાતે ઘટસ્થાપનની ધાર્મિક વિધી કરવામાં આવી હતી તે સાથે આજથી અશ્વિન નવરાત્રી પર્વ ઉજવણી નો આરંભ કરવામાં આવશે તો બીજી તરફ નવરાત્રીના પ્રારંભ પૂર્વે છેલ્લા ચાર પાંચ દિવસથી અહીં મોટી સંખ્યામાં યાત્રિકોના અવિરત પ્રવાહને લઈને અંદાજે 1.5 લાખ કરતાં પણ વધુ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા હતા
પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ ખાતે બુધવારે વહેલી સવારથી જ યાત્રિકો તેમજ પદયાત્રી કોએ માં આશાપુરાના દર્શન માટે કતાર લગાવી હતી જે મોડી સાંજ સુધી અવિરત ચાલુ રહેતા અંદાજિત 50000 કરતા પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા ની લાગણી અનુભવી હતી તો બીજી તરફ છેલ્લા ચાર પાંચ દિવસથી અહીં આવતા મોટી સંખ્યામાં ભાવિકોને લઈને નવરાત્રી શરૂ થતા પૂર્વે જ અંદાજિત દોઢ લાખ કરતાં પણ વધુ યાત્રિકોએ માતાજીના દર્શનનો લાભસાંજ સુધી અવિરત ચાલુ રહેતા અંદાજિત 50000 કરતા પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી તો બીજી તરફ છેલ્લા ચાર પાંચ દિવસથી અહીં આવતા મોટી સંખ્યામાં ભાવિકોને લઈને નવરાત્રી શરૂ થતા પૂર્વે જ અંદાજિત દોઢ લાખ કરતાં પણ વધુ યાત્રિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.
બીજી તરફ નવરાત્રી પૂર્વે પરંપરાગત અમાસના મોડી સાંજે માં આશાપુરા માતાજી સાનિધ્યમાં ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સાથે અહીં નવરાત્રી પર્વની ઉજવણીનો આરંભ કરવામાં આવે છે.જેને લઈને બુધવારે મોડે સાંજે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ મુખ્ય આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી. ઘટસ્થાપનની ધાર્મિક વિધિ પ્રસંગે મંદિરના પૂજારી અને ટીલાટ પરિવારના ગજુભા ચૌહાણ, ધ્રુવરાજ ચૌહાણ માતાનામઢ જાગીરના ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, ચત્રભુજભાઈ, ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલ કટારીયા, તેમજ મયુરસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા
