હવે ગૂગલ પે પર ગોલ્ડ લોન પણ મળશે

ટેક કંપની ગૂગલની ‘Google ફોર ઈન્ડિયા’ ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. આ ઘટનાનું આ 10મું વર્ષ છે. આ ઇવેન્ટમાં, Gemini AI હિન્દી અને અન્ય 8 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થવાની જાહેરાત કરવામાં આવી હતી

દેશભરના Google Pay યુઝર્સને માટે હવેથી ગોલ્ડ લોન ઉપલબ્ધ થશે. આ માટે ગૂગલે મુથૂટ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે. લોન માટેની પ્રક્રિયા શું હશે તે અંગેની માહિતી કંપનીએ પોતે આપી નથી. ગૂગલ પેએ પણ તેની લોન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

ગૂગલે તેની ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ગૂગલ પેમાં એક નવું ફીચર UPI સર્કલ બહાર પાડ્યું છે. UPI સર્કલની મદદથી કોઈપણ યુઝર તેમના મિત્રો કે સંબંધીઓને માત્ર એક ક્લિકમાં પેમેન્ટ કરી શકશે. તાજેતરમાં જ સરકારે UPI સર્કલ ડેલિગેટેડ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. આનાથી એક મહિનામાં વધુમાં વધુ 15 હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

વ્હાઇટ પેપરનું ટાઇટલ “AI અપૉર્ચ્યુનિટી ફૉર ઈન્ડિયા” છે. તેનો ઉદ્દેશ્ય “ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારના ભારત AI મિશનને પહોંચાડવામાં મદદ કરવાનો છે – ‘ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું, AI-વર્કફોર્સ બિલ્ડિંગ, ઇન્ક્લૂસિવ એડોપટેશન અને ઍક્સેસિબિલિટીને પ્રોત્સાહન આપવું.’

ગૂગલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રોમા દત્તા ચૌબેએ ગૂગલ ફોર ઈન્ડિયાની 10મી એડિશન 2024 લૉન્ચ કરી. તેમણે કહ્યું- એ દિવસો યાદ કરો જ્યારે ટ્રેનની ટિકિટ બુક કરાવવાનો મતલબ કલાકો સુધી કતારોમાં ઊભા રહેવું અથવા બિલ ભરવાનું એક દિવસનું કામ હતું.

છેલ્લા 20 વર્ષોમાં, ભારતે ગૂગલની સાથે કદમથી પ્રગતિ કરી છે. UPIએ પેમેન્ટમાં ક્રાંતિ લાવી છે, અને ઓર્ડર દસ મિનિટથી ઓછા સમયમાં ડિલિવરી કરવામાં આવી રહ્યા છે.

Leave a comment