તાલુકા મથક રાપર ખાતે આજે તાલુકા પંચાયત કચેરીના સભા ખંડમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા તેમજ કારોબારી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં તાલુકાને મૂંઝવતા પાણી રસ્તા સહિતના પ્રશ્નોના ઉકેલ લાવી સુદ્રઢ સવલત પુરી પાડવા અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડા અને કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
સામાન્ય બેઠકમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે વિવિધ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી અને સફાઈ સહિતના વિવિધ પ્રકારના પ્રશ્નોના ઉકેલ માટેની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના મુદા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી તથા રેવન્યૂ વિસ્તારમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરવામા આવી હતી.
સભા દરમિયાન તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી, હમીરજી સોઢા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા, એટીડીઓ ભુપતદાન ગઢવી, વિસ્તરણ અધિકારી ગીતાબેન રાઠોડ, નાયબ હિસાબનીશ દિનેશ સુતાર, રાજુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, બકુલ ઠાકોર, ડોલર ગોર, કૌશિક બગડા, હરેશ પરમાર સહિત તાલુકા પંચાયતના સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
