SEBIના નવા નિયમોથી બ્રોકરેજ ફર્મ્સને ઝટકો

માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોના હિતોની રક્ષા કરતા તેમજ વધુ પડતા ખર્ચના બોજામાં ઘટાડો કરવાના હેતુ સાથે નવો સર્ક્યુલર રજૂ કર્યો છે. જે હેઠળ હવે બ્રોકરેજ કંપનીઓને વધુ પડતી ફી ચૂકવવી પડશે નહીં. નવો નિયમ 1 ઑક્ટોબરથી લાગુ થવાનો છે.

સર્ક્યુલર અનુસાર, બ્રોકરેજ કંપનીઓએ સ્ટોક ઍક્સચેન્જીસ, ક્લિયરિંગ કૉર્પોરેશન અને ડિપોઝિટરીઝ સહિત માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ(MIIs)માં ટ્રાન્જેક્શન પર એકસમાન ફી વસૂલવાનો નિર્દેશ કર્યો છે. સ્ટોક એક્સચેન્જમાં સ્લેબ મુજબનું માળખું હોય છે, જ્યાં તેઓ બ્રોકરેજ કંપનીઓ કરતાં ઊંચા વોલ્યુમના ટ્રાન્જેક્શન પર ઓછી ફી વસૂલે છે. પરંતુ બ્રોકરેજ કંપનીઓ આ માસિક ઓપરેટિંગ ખર્ચને રોકાણકારો પાસેથી સૌથી વધુ દરે ફી વસૂલે છે, જેનાથી રોકાણકારોના નફામાં ઘટાડો  થાય છે. નવા નિયમોનો હેતુ પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી ટ્રાન્જેક્શન ફી ઘટાડવાનો છે.

નેશનલ સ્ટોક ઍક્સચેન્જે બ્રોકરેજ ફર્મ્સ દ્વારા ગ્રાહક આધારના વિસ્તરણ માટે ઉપયોગમાં લેવાતા રેફરલ પ્રોગ્રામ્સ પર કડક કાર્યવાહી કરી છે. તેણે બ્રોકરેજ ફર્મ્સને રેફરલ ઇન્સેન્ટિવનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે સિવાય કે વ્યક્તિ ઍક્સચેન્જમાં અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલ હોય. આ પગલાનો હેતુ પ્રેરિત ટ્રેડિંગ ઘટાડવાનો છે, જ્યાં રોકાણકારો જોખમી રેફરલ પ્રવૃત્તિઓ અથવા અનધિકૃત રોકાણ યોજનાઓમાં ભાગ લેવા માટે લલચાઈ શકે છે. આ નવો નિયમ ઓનલાઇન બ્રોકરેજ કંપનીઓને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.

સરકારે બજેટમાં ફ્યુચર્સ ઍન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડ પર સિક્યોરિટીઝ ટ્રાન્જેક્શન ટેક્સ (STT) 0.01%થી વધારી 0.02% કર્યો હતો. જેનો અમલ 1 ઑક્ટોબરથી લાગુ થશે. ટ્રેડ્સ પર ટેક્સ બમણો કરવાથી ટ્રાન્જેક્શન વોલ્યુમ ઘટશે. બીજી બાજુ, ઊંચો ટેક્સ રોકાણકારોના નફાના માર્જિનમાં પણ વધારો કરશે, સંભવિતપણે તેમને વધુ જોખમ લેવા પ્રેરશે.

સેબીએ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને શેરબજારમાં અટકળો ઘટાડવા માટે આ પગલાં લીધાં છે. વર્ષ 2024માં લગભગ 91 ટકા F&O ટ્રેડર્સે જોખમી ટ્રેડિંગમાં કુલ રૂ. 75,000 કરોડનું નુકસાન કર્યું છે.

Leave a comment