વૈશ્વિક અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના શેર વૈવિધ્યસભર વ્યવસાયમાં મજબૂત વૃદ્ધિ સાથે 130% રેલી કરી શકે છે. રિસર્ચ ફર્મ કેન્ટર ફિટ્ઝગેરાલ્ડે અદાણી ગ્રૂપના પાવર ટ્રાન્સમિશન આર્મનું ‘ઓવરવેઇટ’ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું હતું. BSE પર અગાઉના રૂ. 979.45ના સામે તેણે શેર દીઠ રૂ. 2,251નો લક્ષ્યાંક ભાવ આપ્યો છે.
AESLના ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં ટ્રાન્સમિશન એસેટ્સ, ડિસ્ટ્રિબ્યુશન એસેટ્સ અને સ્માર્ટ મીટરિંગ બિઝનેસનો સમાવેશ થાય છે. 19 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કેન્ટરના એક અહેવાલ મુજબ ઝડપથી વિસ્તરી રહેલા એનર્જી માર્કેટમાં પકડ જમાવવા તે આકર્ષક રીત હોઈ શકે છે.
AESL યુ.એસ., યુરોપ અથવા એશિયામાં અન્ય જાહેરમાં ટ્રેડેડ યુટિલિટી અને એનર્જી કંપની કરતાં વધુ વૃદ્ધિ પ્રદાન કરે છે. રિસર્ચ ફર્મને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2024 થી 2027 દરમિયાન કંપનીની આવક 20% ના CAGR પર વધશે.
કેન્ટોરે તેના અહેવાલમાં ટ્રાન્સમિશન બિઝનેસ મજબૂત વૃદ્ધિ માટે તાજેતરમાં કંપનીને એનાયત થયેલા નવ પ્રોજેક્ટસની નોંધ ખાસ લીધી છે. રિસર્ચ ફર્મના અનુમાન પ્રમાણે ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ ડબલ-ડિજિટ રેટની નજીક વૃદ્ધિ પામવા સક્ષમ હોવો જોઈએ.
“સ્માર્ટ મીટરિંગ બિઝનેસ અર્થપૂર્ણ આવક/નફો ચોક્કસ કરશે. કંપની 22.8 મિલિયન સ્માર્ટ મીટરના બેકલોગમાં કામ કરતી હોવાથી તે વધુ 40 મિલિયન સ્માર્ટ મીટર જીતી શકે છે.” કેન્ટરે જણાવ્યું હતું કે, પાવર ટ્રાન્સમિશન પ્લેયર તરીકે તે ઓછામાં ઓછા આગામી દાયકા સુધી વૃદ્ધિ ચાલુ રાખશે.
દરમિયાન વિખ્યાત બ્રોકરેજ ફર્મ જેફરીઝે જણાવ્યું હતું કે પાવર ડિસ્ટ્રિબ્યુશન ભારતમાં તેજી પામતા સ્માર્ટ મીટરિંગ માર્કેટનો લાભ ઉઠાવવા માટે તૈયારી કરી રહ્યું છે. સરકાર 2026 સુધીમાં 25 કરોડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. જેફરીઝે શેર પર ‘બાય’ રેટિંગ સાથે 38% ઉછાળાના સંકેત આપ્યા છે.
દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની AESL એનર્જી ડોમેનના વિવિધ પાસાઓમાં હાજરી ધરાવતી મલ્ટીડાયમેન્શનલ સંસ્થા છે. જેમાં પાવર ટ્રાન્સમિશન, વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને કૂલિંગ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. AESL ભારતના અગ્રણી સ્માર્ટ મીટરિંગ ઈન્ટિગ્રેટર બનવાની તૈયારીમાં છે. AESL ઉર્જા લેન્ડસ્કેપમાં સૌથી વિશ્વસનીય, સસ્તું અને ટકાઉ પરિવર્તન લાવવા ઉત્પ્રેરક છે.
