વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ‘પીએમ વિશ્વકર્મા’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે જ પીએમ મોદી આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટ-અપ યોજના પણ લોન્ચ કરશે.
આ પહેલા પીએમ મોદી 30 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના પ્રવાસે હતા. ત્યારબાદ તેમણે છત્રપતિ શિવાજીની પ્રતિમા પડવાના મુદ્દે માફી માંગી હતી. તેમજ 76 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
1. PM વર્ધામાં વિશ્વકર્મા કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે સાડા 11.30 વાગે મહારાષ્ટ્રના વર્ધા પહોંચશે. અહીં તેઓ પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને લોન જાહેર કરશે. સાથે જ તેઓ તેનુ એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.
2. અહિલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટ-અપ યોજના શરૂ કરશે પ્રધાનમંત્રી મહારાષ્ટ્ર સરકારની આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર યોજનાનો પ્રારંભ કરશે. તેના દ્વારા 15 થી 45 વર્ષની વયના યુવાનોને તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. રાજ્યના લગભગ 1.5 લાખ યુવાનોને દર વર્ષે મફત કૌશલ્ય વિકાસની તાલીમ મળશે.
પીએમ મોદી પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના પણ લોન્ચ કરશે. આ યોજના હેઠળ મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં મદદ કરવામાં આવશે. આ યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.
3. ‘PM મિત્ર’ પાર્કનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી અમરાવતીમાં PM મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ (PM MITRA) પાર્કનો શિલાન્યાસ કરશે. તે લગભગ 1000 એકરમાં બનાવવામાં આવશે. ભારત સરકારે કાપડ ઉદ્યોગ માટે 7 પીએમ મિત્ર પાર્ક સ્થાપવાની મંજૂરી આપી હતી. પીએમ મિત્રા પાર્ક કાપડના ઉત્પાદન અને નિકાસના હેતુ માટે બનાવવામાં આવી રહ્યો છે.
પાલઘરમાં પીએમ મોદીએ 30 ઓગસ્ટે સિડકો ગ્રાઉન્ડમાં 76 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં વધાવન પોર્ટ પ્રોજેક્ટ પણ સામેલ છે. ઉદ્ઘાટન બાદ મોદીએ કહ્યું- મહારાષ્ટ્રનો વિકાસ મારી સૌથી મોટી પ્રાથમિકતા છે. આજે મહારાષ્ટ્ર ભારતની પ્રગતિમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે મહારાષ્ટ્ર વિરોધી પક્ષોએ હંમેશા તમારા વિકાસ પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે.
મોદીએ કહ્યું- આપણા દેશને વર્ષોથી વિશ્વ સાથે વેપાર માટે એક મોટા અને આધુનિક બંદરની જરૂર હતી, મહારાષ્ટ્રમાં પાલઘર આ માટે સૌથી યોગ્ય સ્થળ છે, પરંતુ આ પ્રોજેક્ટ 60 વર્ષથી પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. કેટલાક લોકો આવા મહત્વપૂર્ણ કામને શરૂ કરવા દેતા ન હતા.
