કચ્છની દરિયાદી સુરક્ષાને ધ્યાને લઇ સ્મોલર ડીસ્ટ્રીકટ લેવલ કોસ્ટલ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.બુધવારે રાત્રે આઠ વાગ્યે શરુ થયેલી મોકડ્રીલમાં રેડ ફોર્સ તરીકે રહેલ ડમી આતંકવાદીઓને દરીયાદી વિસ્તારમાં લેન્ડીંગ કરવા તેમજ હુમલો કરવા માટેનો ટાસ્ક આપવામાં આવ્યો હતો.અને તેમના હુમલાને નિષ્ફળ બનાવવા માટે બ્લ્યુ ફોર્સ ટીમ બનાવવામાં આવી હતી.જેમાં ફિશિંગ બોટથી દરીયાદી માર્ગે જખૌ વિસ્તારમાં હુમલો કરવા આવનાર બે ડમી આતંકવાદીઓને ખિદરત બેટ દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી એસઓજી અને જખૌ મરીન પોલીસે ઝડપી લીધા હતા.
જયારે રેડ ફોર્સના બે ડમી આતંકવાદીઓ સાંઘી વિસ્તારમાં લેન્ડીંગ કરી હુમલો કરવાના હોવાનો એસઓજી અને વાયોર પોલીસને ઈનપુટ મળ્યા હતા.અને સાંઘી જેટી લેન્ડીંગ પોઈન્ટ નજીકના દરિયાઈ વિસ્તારમાં જ તેમને પકડી લઇ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.આ મોકડ્રીલમાં એસઓજી, એલસીબી, એલઆઈબ,કયુંઆરટી,પેરોલ ફલો સ્કવોડ તેમજ પશ્ચિમ કચ્છના તમામ પોલીસ મથક અને સેન્ટ્રલ તથા સ્ટેટની એજન્સીઓ જોડાઈ હતી.
