અમદાવાદ એરપોર્ટ પર બિન-ભારતીય સિમકાર્ડધારકો સહિતના મુસાફરોને મફત Wi-Fi કુપન કિયોસ્ક ઉપલબ્ધ

વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે. તાજેતરમાં એ જ ક્રમને આગળ વધારતા એરપોર્ટ ટર્મિનલ પર બિન-ભારતીય સિમકાર્ડધારકો માટે પણ મફત Wi-Fi કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને T-1 અને T-2 – બંને ટર્મિનલના પેસેન્જર વિસ્તારોમાં સ્થિત Wi-Fi કૂપન ડિસ્પેન્સર્સ હવે બિન-ભારતીય મુસાફરોને પણ Wi-Fiની સુવિધા પૂરી પાડશે.

ફ્રી Wi-Fi સુવિધા કેવી રીતે મેળવશો?

બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા મુસાફરો Wi-Fi કૂપન ડિસ્પેન્સર પર પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ સ્કેન કરી નિયમો અને શરતોને સ્વીકારતા તેમાં Wi-Fi વાઉચર કોડ જનરેટ કરી શકશે.

Wi-Fi કૂપન ડિસ્પેન્સિંગ કિઓસ્કમાંથી પ્રાપ્ત કોડ દાખલ કરી મુસાફરો ‘AMD_FreeWiFi’ નામના Wi-Fi સાથે કનેક્ટ થઈ શકે છે. અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ પર 120 મિનિટ ફ્રી વાઇ-ફાઇનો આનંદ માણી શકશે.

આ નવા Wi-Fi કૂપન ડિસ્પેન્સર્સની સાથે SVPIA પર પ્રવાસીઓ વધુ સગવડતાપૂર્વક મફત Wi-Fi સુવિધાઓ માણી શકશે. SVPIA નવીન ટેકનોલોજીકલ અપડેટ માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવાની સાથે તેનો ઉદ્દેશ્ય અદ્યતન ટ્રાવેલ હબ તરીકેની સ્થિતી મજબૂત કરવાનો છે.

Leave a comment