~ ૧૨ મી.સપ્ટે. ગુરુવાર સુધી જી.કે.માં દાખલ થવું જરૂરી: ઓ.પી.ડી.રૂમ.નં.૪૨ નો સંપર્ક સાધવો
~ કચ્છમાં આવી શસ્ત્રક્રિયા શિબિર સંભવતઃ પ્રથમ
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં આગામી ૧૫મી સપ્ટે.ના રોજ રવિવારે માનવીને પજવતો હરસ, મસા,ભગંદર અને વેરીકોઝ વેઇન્સ (પગની ફૂલેલી નસ) ની લેઝર પદ્ધતિથી વિનામૂલ્યે શસ્ત્રક્રિયા કરાશે.
કરછમાં સંભવતઃ આવા પ્રથમ શસ્ત્રક્રિયા કેમ્પમાં જોડાવા ઈચ્છુક આ રોગના દર્દીઓએ પ્રારંભિક આવશ્યક તૈયારના ભાગરૂપે ગુરુવારે ૧૨મી.સપ્ટે. સુધીમાં જી.કે.માં દાખલ થવું જરૂરી છે. આ અંગે હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગ રૂમ. નં.૪૨ માં સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લેઝર પ્રોકટોલોજી વર્કશોપ અંતર્ગત હરસ, મસા, ભગંદર અને વેરીકોઝ વેઇન્સનું ઓપરેશન મુંબઈ અને અમદાવાદના આ ક્ષેત્રના જાણીતા સર્જન કરશે. આ લેઝર પદ્ધતિનો ફાયદો એ છે કે, તેમાં એક પણ કાપો મૂકવામાં આવતો નથી અને દુખાવો પણ રહેતો નથી.
મુંબઈના લેપ્રોસ્કોપિક અને કોલોરેક્ટલ નિષ્ણાત સર્જન ડો.રાજેશ શુક્લા (વધારેમાં વધારે મસાના ઓપરેશન માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ) ઉપરાંત અમદાવાદના ગેસ્ટ્રો અને એનોરેક્ટલ સર્જન ડો. બ્રિજેન્દ્ર સિંઘ આ શસ્ત્રક્રિયા કરશે. જ્યારે જી. કે. તરફથી સર્જન ડો.હિરલ રાજદે, ડો.આદિત્ય પટેલ અને સિદ્ધાર્થ શેઠિયા સહભાગી બનશે.
જી.કે. માં પ્રથમવાર યોજાતી આ પ્રકારની શસ્ત્રક્રિયાને સફળ બનાવવા તબીબો અને મેડિકલ સ્ટાફ સહયોગ આપી રહ્યો છે.
