આ સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં રોકાણની મોટી તકો જોવા મળશે. 12 કંપનીઓ આઇપીઓ દ્વારા કુલ રૂ.8597 કરોડ એકત્ર કરવા માગે છે. જેમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ સહિત ચાર મોટી કંપનીઓ જ 8390 કરોડ એકત્ર કરશે.
બજાજ ફાઇનાન્સનો આઇપીઓ પહેલા જ દિવસે 2.20 ગણો ભરાઇ ગયો છે. આ સિવાય 9 નાની-મધ્યમ (SME) કંપનીઓએ પણ 207 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. ઇક્વિરસના એમડી મુનીશ અગ્રવાલે જણાવ્યું કે બજારમાં ખૂબ મોમેન્ટમ છે અમે માનીએ છીએ કે IPO લોન્ચ કરનારી કંપનીઓ આ સ્થિતિનો લાભ લેવા માંગે છે.
IPOને સફળ બનાવવા માટે તેઓ 2023-24ના નાણાકીય ડેટાની મદદ લેશે જે ઘણા સારા રહ્યા છે. સેબીના નિયમો મુજબ IPOના સમયે પ્રોસ્પેક્ટસમાં નાણાકીય ડેટા 6 મહિના કરતાં ઓછો જૂનો હોવો જોઈએ. તેથી સપ્ટેમ્બર એ છેલ્લો મહિનો છે. નાણાકીય વર્ષ 2023-24ના ડેટાનો ઉપયોગ કરી શકે છે.
હેક્ઝાવેર ટેકનોલોજી ફંડ એકત્ર કરવા DRHP ફાઇલ કર્યું વિશ્વની અગ્રણી ડિજીટલ અને ટેકનોલોજી સર્વિસ પૂરી પાડતી કંપની હેક્ઝાવેર ટેકનોલોજી લિ. જેની મૂળ કામગીરીનો આધાર આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ છે અને ગ્રાહકોની વૈવિધ્યપૂર્ણ રેન્જ ધરાવે છે. આઈપીઓના માધ્યમથી મૂડી ભંડોળ એકત્રિત કરવા માટે મૂડી બજારની નિયમનકર્તા સેબી સમક્ષ ડીઆરએચપી રજૂ કર્યું. કંપની 9950 કરોડના સંપૂર્ણ ઓફર ફોર સેલની દરખાસ્ત ધરાવે છે.
