ED એ AAPના ધારાસભ્ય અમાનતુલ્લાહની ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી છે. દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED સોમવારે સવારે અમાનતુલ્લાહના ઘરે પહોંચી હતી.

સવારે 8:15 વાગ્યાથી તેમના ઘરે પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી હતી. 4 કલાકની પૂછપરછ બાદ બપોરે 12.15 વાગ્યે EDના અધિકારીઓ તેમની ધરપકડ કરી હતી. દિલ્હી વક્ફ બોર્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ઘરે પૂછપરછ કરવામાં આવી હતી. EDની ટીમ સાથે અર્ધલશ્કરી દળના જવાનો પણ હતા.

EDની કાર્યવાહી બાદ અમાનતુલ્લાએ કહ્યું હતું – ‘EDનો હેતુ માત્ર સર્ચ વોરંટના નામે મારી ધરપકડ કરવાનો છે. મેં દરેક નોટિસનો જવાબ આપ્યો છે. આ લોકો મને 2 વર્ષથી હેરાન કરી રહ્યા છે.

દરવાજા પર જ અમાનતુલ્લાહ અને EDની ટીમ વચ્ચે બોલાચાલી થઈ હતી. EDની ટીમે કહ્યું કે તમે બહાર આવીને વાત કરો. અમાનતુલ્લાહે કહ્યું કે મેં તમારી પાસે 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. મારી સાસુનું ત્રણ દિવસ પહેલા ઓપરેશન થયું હતું. તમે ફરી મારી ધરપકડ કરવા આવ્યા છો.

EDના અધિકારીએ જવાબ આપ્યો- તમે કેવી રીતે માની લીધું કે અમે તમારી ધરપકડ કરવા આવ્યા છીએ? આ બાબતે અમાનતુલ્લાહે કહ્યું કે જો તમે ધરપકડ કરવા નથી આવ્યા તો શા માટે આવ્યા છો. તમારે મારા ઘરે શું સર્ચ કરવું છે? મારા ઘરમાં ખર્ચ કરવા માટેના પણ પૈસા નથી.

2016થી ચાલી રહેલો આ કેસ એકદમ ખોટો છે. સીબીઆઈએ પોતે કહ્યું છે કે કોઈ ભ્રષ્ટાચાર કે વ્યવહાર થયો નથી. તેમનો ઉદ્દેશ્ય અમને અને અમારી પાર્ટીને તોડવાનો છે. જો તમે જેલમાં મોકલશો તો અમે તૈયાર છીએ. મને કોર્ટ પર વિશ્વાસ છે.

દિલ્હી વક્ફ બોર્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં AAP ધારાસભ્ય EDની તપાસમાં ઘેરાયા છે. AAP ધારાસભ્ય પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહીને 32 લોકોની ગેરકાયદેસર ભરતી કરવાનો અને ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ છે. દિલ્હી વક્ફ બોર્ડના તત્કાલીન CEOએ આવી ગેરકાયદેસર ભરતી અંગે નિવેદન આપ્યું હતું.

  • સંજય સિંહ- EDની ક્રૂરતા જુઓ. અમાનતુલ્લાહ ખાન પહેલા ઈડીની તપાસમાં જોડાયા અને વધુ સમય માંગ્યો. તેમના સાસુને કેન્સર છે. તેમણે ઓપરેશન કરાવ્યું છે. દરોડો પાડવા ED વહેલી સવારે ઘરે પહોંચી. અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી, પરંતુ મોદીની તાનાશાહી અને EDની ગુંડાગીરી બંને ચાલુ છે.
  • મનીષ સિસોદિયા- ED માટે આ એકમાત્ર કામ બાકી છે. ભાજપ વિરુદ્ધ ઉઠેલા દરેક અવાજને દબાવી દો, જેઓ દબાતા નથી તેમની ધરપકડ કરો અને તેમને જેલમાં ધકેલી દો.
  • ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂર- જેવું વાવે છે તેવું લણશે. અમાનતુલ્લાહ ખાન કાશ તમને આ યાદ હોત.

અમાનતુલ્લાહ ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેણે દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે. એવો પણ આરોપ છે કે તેણે દિલ્હી વક્ફ બોર્ડના ફંડનો દુરુપયોગ કર્યો છે. દિલ્હી વક્ફ બોર્ડના તત્કાલીન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી સામે નિવેદન આપ્યું હતું.

Leave a comment