વિરોધ વચ્ચે ચિરાગ પાસવાને PM મોદીને લઈને આપ્યું મોટું નિવેદન

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન આજે (31 ઑગસ્ટે) દિલ્લીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે, ત્યારે આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેવામાં ચિરાગ પાસવાને તાજેતરમાં જાતિગત વસ્તી ગણતરી, લેટરલ એન્ટ્રી અને યુસીસી જેવા મુદ્દાઓ પર કેન્દ્રથી અલગ વલણ અપનાવ્યું છે. આ દરમિયાન પાસવાને વિરોધી સૂરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ચિરાગ પાસવાનનું તાજેતરનું નિવેદન અને વલણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે, શું ચિરાગ પાસવાન અને ભાજપ વચ્ચે બધું બરાબર છે? ચિરાગે હવે તમામ અટકળોને ફગાવી દીધી છે? તેમણે કહ્યું કે, ‘હું અને વડાપ્રધાન મોદી અવિભાજ્ય છીએ.’

પાસવાને કહ્યું કે ‘ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે, આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને લોક જનશક્તિ પાર્ટી, રામ વિલાસ પાસવાન સાથે મળીને ચૂંટણી લડે. વડાપ્રધાન મોદીને લઈને મારી લાગણીઓ અટલ છે. મોદી જ્યાં સુધી વડાપ્રધાન છે, હું એમનાથી ક્યારેય અલગ નહીં થઈ શકુ. મોદીએ સ્પષ્ટ કર્યું કે, તેમની પાર્ટી ઝારખંડ સહિત અન્ય રાજ્યોમાં  NDAના ભાગીદાર તરીકે ચૂંટણી લડવાના વિરુદ્ધમાં નથી.’

ફૂડ પ્રોસેસિંગ મંત્રી પાસવાને કહ્યું કે, ‘અમારી પાર્ટી બિહાર અને કેન્દ્રમાં ભાજપ સાથે ગઠબંધનમાં છે અને આ સત્ય છે. અમે કેન્દ્ર અને બિહારમાં ગઠબંધનના ધર્મનું પાલન કરીશું. જો કે, ઝારખંડ સહિત અન્ય રાજ્યો માટે અમારી પાસે કોઈ બંધન ન હોવાથી તેનો અર્થ એવો નથી કે અમે ભાજપ કે NDAના વિરુદ્ધમાં છીએ. આમ જો ભાજપ અને NDAના ઘટક પક્ષો અમને સાથે લાવવા માગે છે તો અમે તેના માટે તૈયાર છીએ.’

આ સિવાય, પાસવાને તેના કાકા પશુપતિ પારસને લઈને પણ ટિપ્પણી કરતા કહ્યું કે, ‘કાકાએ જનતાનું સંપૂર્ણ સમર્થન ગુમાવ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા પણ તેઓ લોકોને મળતા હતા, પરંતુ ચૂંટણીમાં તેમને તેનો કોઈ લાભ મળ્યો ન હતો.’ પાસવાનની પાર્ટી એલજેપીએ લોકસભા ચૂંટણીમાં બિહારમાં પાંચ સીટો જીતી હતી.

Leave a comment