હવે તમે એક જ UPI IDનો ઉપયોગ એક કરતા વધુ મોબાઈલમાં કરી શકો છો. સરકારે UPI એપમાં એક નવું ફીચર ‘UPI સર્કલ ડેલિગેટેડ પેમેન્ટ સર્વિસ’ લોન્ચ કર્યું છે. આ સુવિધાને એક્ટિવેટ કરીને, તમે તમારી UPI એપ્લિકેશનમાં એક અથવા વધુ વ્યક્તિઓને એડ કરી શકશો. જોડાયેલા તમામ લોકો તમારા બેંક ખાતામાંથી UPI ચુકવણી કરી શકશે. તેના દ્વારા વધુમાં વધુ 15 હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
UPI સર્કલ એ એક ડિજિટલ સોલ્યુશન છે, જેમાં પેમેન્ટ કરનાર યુઝર UPI એકાઉન્ટમાંથી જરૂરી લિમીટ સાથે કોઈપણ વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપી શકે છે.
ફુલ ડેલિગેશન હેઠળ, પ્રાઈમરી યુઝર તેના તમામ સેકન્ડરી યુઝરને એક લિંમીટ સુધી સુધી ટ્રાન્ઝેક્શન કરવા માટે મંજૂરી આપે છે. UPI સર્કલમાં તેની મેક્સિમમ લિમીટ 15,000 રૂપિયા છે. જો કે, તે એક સમયે વધુમાં વધુ રૂ. 5000 સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે.
પાર્શિયલ ડેલિગેશનમાં, પ્રાઈમરી યુઝર તેના સેકન્ડરી યુઝરને ચુકવણી પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપે છે. જો કે, પેમેન્ટ ત્યારે જ થશે જ્યારે પ્રાઈમરી યુઝર UPI પિન નાંખે. આમાં, ચુકવણીની મેક્સિમમ લિમીટ સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન એટલે કે રૂ. 15,000 જેટલી છે.
