ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી સમૂહનું એક અંગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) ગુણવત્તાની બાબતમાં પણ મોખરે છે. તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજીત કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સ 2024માં મુંદ્રા પોર્ટને સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
અમદાવાદ ચેપ્ટર કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સ 2024 (AHCCQC 2024)માં મુંદ્રા પોર્ટે મેદાન માર્યુ છે. મુંદ્રા પોર્ટેની ટીમ 13 ગોલ્ડ અને 2 સિલ્વર ટ્રોફી મેળવી અવ્વલ રહી છે. ગર્વની બાબત એ પણ છે કે APSEZ મુન્દ્રાને “સૌથી વધુ ભાગીદારી” અને “જ્યુરી મેમ્બર” તરીકેના યોગદાન માટે વ્યક્તિગત પુરસ્કારો પણ મળ્યા છે.
AHCCQC 2024માં વિવિધ ઉદ્યોગોના 300 થી વધુ વ્યાવસાયિકોની 70 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં KAIZEN, LQC, LSC, સિક્સ સિગ્મા ક્વોલિટી સર્કલ અને 5S કેસ સ્ટડીઝ જેવી વિવિધ શ્રેણીઓ રાખવામાં આવી હતી. સરેરાશ ગુણાંક વિવિધ ટ્રબલ શૂટીંગ અને પ્રેઝન્ટેશન સ્કીલના અસરકારક ઉપયોગના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
70 થી વધુ ટીમો અને 300 ગુણવત્તાયુક્ત વ્યાવસાયિકોની કટ્ટર સ્પર્ધા વચ્ચે મુંદ્રા પોર્ટની ટીમોએ અસાધારણ સમસ્યાનું નિરાકરણ અને પ્રસ્તુતિ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ APSEZની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય ફોરમમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી QCFI ભારતમાં ક્વોલિટી સર્કલ મૂવમેન્ટનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે.
મુન્દ્રા પોર્ટ જહાજો માટે સૌથી ઝડપી ટર્ન અરાઉન્ડ સમયનો રેકોર્ડ ધરાવે છે. ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેણે નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે.
APSEZ ની ઉપલબ્ધિ વૈશ્વિક બજાર અને ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે ઝડપી ગતિશીલ ફેરફારોને સ્વીકારવાની અને ટકાઉ વૃદ્ધિ તરફ તેની સફર ચાલુ રાખવાની ક્ષમતાને રેખાંકિત કરે છે.
