ભુજ અદાણી મેડિકલ કોલેજના પ્રાંગણમાં આવેલા એનાટોમી ગ્રાઉન્ડમાં જિલ્લા ફાયર ઓફિસર સચિન પરમાર અને મેડિકલ કોલેજના ડીન ડો. એ. એન ઘોષના હસ્તે ૭૮માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે બંને મહાનુભાવોએ પ્રસંગિક ઉદબોદન કર્યું હતું. આભાર દર્શન જી.કે. જનરલના હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસર અભિષેક જાધવે અને સંચાલન સિક્યુરિટી ઓફિસર નારુભા જાડેજાએ કર્યું હતું. આ ધ્વજવંદન પ્રસંગે હોસ્પિટલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તબીબો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
