ગુજરાતના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમાં બે પોલીસ કર્મીને વિશિષ્ટ સેવા બદલ અને 19 પોલીસ કર્મીને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરાશે. વડોદરા ગ્રામ્ય DSP બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વાયરલેસ PSI ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે, જયારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રતિષ્ઠીત સેવા મેડલ આપવામાં આવશે. . આ 19 પોલીસ જવાનમાં ત્રણ IPS એમ.એમ.મુનિયા,એસ.વી.પરમાર અને આર.વી.ચુડાસમાનો સમાવેશ થાય છે.
આ 21 પોલીસ જવાનોનું થશે પોલીસ મેડલથી સન્માન
- બળવંતસિંહ હેમતુજી ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- ભરતકુમાર મનુભાઈ બોરાણા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- અશોકકુમાર મહેન્દ્રભાઈ મુનિયા, કમાન્ડન્ટ, ગુજરાત
- રાજેન્દ્રસિંહ વખતસિંહ ચુડાસમાં ,કમાન્ડન્ટ ગુજરાત
- સજનસિંહ વજાભાઈ પરમાર, પોલીસ અધિક્ષક, ગુજરાત
- બિપીન ચંદુલાલ ઠક્કર, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- દિનેશભાઈ જીવણભાઈ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- નિરવસિંહ પવનસિંહ ગોહિલ, મદદનીશ પોલીસ કમિશનર, ગુજરાત
- વિજયકુમાર નટવરલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- કૃષ્ણકુમારસિંહ હિમતસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- રમેશભાઈ કિશોરભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- કિશોરસિંહ સેતાનસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર,
- જુગલકુમાર ધનવંતકુમાર પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- કરણસિંહ ધનબહાદુર સિંહ પંથ, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- હરસુખલાલ ખીમાભાઈ રાઠોડ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- અશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળી, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- બશીર ઈસ્માઈલ મુદ્રાક, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- ઈશ્વરસિંહ અમરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- પ્રકાશભાઈ દિતાભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- મહિપાલ સુરેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
