જી કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આર્ટરિયોવિનસ (એ.વી) ફિસ્ટુલા સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેમની કિડની ફેઇલ થઈ હોય તેમને ડાયાલિસિસ ની જરૂર ઊભી થાય છે તેવા દર્દીને સરળતા રહે તે માટે હોસ્પિટલના સર્જન દવારા હાથમાં કાંડાની નીચે ધમની અને શિરા નામની નસને જોડી ફિસ્ટુલા (એક પોઇન્ટ) બનાવવામાં આવે છે, જેના માધ્યમથીઝડપી ડાયાલિસિસ થાય છે,એમ સર્જન ડો.આદિત્ય ડી. પટેલે જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ પી.એમ. જે.વાય હેઠળ વિનામૂલ્યે ડાયાલિસિસ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગળામાં કેથેટર મૂકી ડાયાલિસિસ થતું હોય છે પરંતુ હાથમાં ફેસ્ટુલા પદ્ધતિ અપનાવી ડાયાલિસિસમાં ઝડપ તો આવે છે સાથે ઓછું સંક્રમણ અને વધુ સરળ રીત થઈ શકે છે.
સર્જરી વિભાગે આ પધ્ધતિથી ભુજના ૪૦ વર્ષીય વિનોદ ઘેલચાનું સફળતાપૂર્વક ડાયાલિસિસ માટે ફિસ્ટુલા ઓપરેશન કર્યું હતું, આ કાર્ય માટે સર્જનો ડો. રૂહી જરીવાલા, ડો.નરેન્દ્ર ચૌધરી અને ડો.યસ પટેલની ટીમ કાર્યરત છે.નેફ્રોલોજીસ્ટ ડો.હર્ષલ વોરા તેમજ એનેસ્થેસિયા અને રેડીઓલોજી વિભાગનો પણ સહયોગ મળે છે.
