અદાણી ફાઉન્ડેશન – મુન્દ્રાએ ત્રણ દિવસીય કાર્યક્રમો દ્વારા વિશ્વ મેનગ્રૂવ્સ દિવસની ઉજવણી કરી, જેમાં મેનગ્રૂવ્સ ની જાળવણી અને સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.
પ્રથમ દિવસે, ૨૪ જુલાઈએ, અદાણી વિધ્યા મંદિર ભદ્રેસ્વર ના બાળકો સાથે જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ વ્યાખ્યાનના માધ્યમથી મેનગ્રૂવ્સ ના મહત્વને સમજવા અને મેનગ્રૂવ્સ નાં પર્યાવરણ, ઔષધિય ગુણધર્મો અને પ્રાકૃતિક સંપત્તિ વિશે માહિતગાર કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પ્રશ્નોતરી અને પ્રસ્તુતિઓ દ્વારા મેનગ્રૂવ્સના પ્રકૃતિમંથનને સમજાવવામાં આવ્યું.
બીજા દિવસે, ૨૫ જુલાઈ ના રોજ, લૂણી સાઇટ પર ૧0,000 મેનગ્રૂવ્સ બીજની નર્સરી તૈયાર કરવામાં આવી. આ કાર્યક્રમમાં સ્થાનિક માછીમારોનો સહયોગ મેળવવામાં આવ્યો અને તેઓને યોગ્ય વાવણી પ્રણાલીઓની તાલીમ આપવામાં આવી. માછીમારોને મેનગ્રૂવ્સના છોડની યોગ્ય દેખરેખ અને તેમની ઉછેરણ અંગે માહિતગાર કરવામાં આવ્યા. આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક જૈવ વૈવિધ્ય, માછીમારોની રોજગાર સુવિધા અને કાંઠા સ્થળની સ્થિરતાને વધારવાનો રહ્યો. આ નર્સરી ના આયોજન થી માછીમારો માં મેનગ્રૂવ્સ ના મહત્વ વિશે જાગૃતિ ફેલાય છે અને તેઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
તા. ૨૬ જુલાઈ ના રોજ, અદાણી હાઉસ ખાતે કચ્છ યુનિવર્સિટી ના અલગ અલગ ડિપાર્ટમેંટ અને માંડવી ની સરકારી વિજ્ઞાન કોલેજ ના વિધ્યાર્થિઓ સાથે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનો હેતુ વિદ્યાર્થીઓને મેનગ્રૂવ્સ પર્યાવરણીયતંત્ર અને સંરક્ષણ વ્યૂહરચનાઓ અંગે માહિતગાર કરવાનું હતું.
વર્કશોપ ને સ્વાગત સંબોધન સાથે અદાણિ ફાઉન્ડેસન ના ગુજરાત સી.એસ.આર. ના હેડ પંક્તિબેન શાહ એ સૌને આ વર્કશોપ ની મહત્વતા અને તેના હેતુ થી માહિતગાર કર્યા અને સૌને આવકાર્યા. આ સાથે અદાણિ ફાઉન્ડેસન, મુંદ્રા પેટ્રોકેમિકલ લી. અને કચ્છ કોપર લી. ના સંયુક્ત ઉપક્રમે બની રહેલા બાયોડાયવર્સિટી નોલેજ એન્ડ ઇન્ટરપ્રિટેસન સેન્ટર નો પરિચય વિડિયો બતાવી આપ્યો. આ સેન્ટર ની મહત્વતા અને તેના પ્રદાન ના વિવિધ પાસાઑ પર ચર્ચા કરી.
આ વર્કશોપ માં વિષય નિષ્ણાત એવા ડો.પૌરવ મહેતા (પ્રિન્સિપાલ, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ,માંડવી) અને ડો. માનસી ગોસ્વામી (બાયોડાયવર્સિટી એક્સપર્ટ, અદાણિ ફાઉન્ડેસન) મુખ્ય વક્તા રહ્યા. ડો. પૌરવ મહેતા એ મેનગ્રૂવ્સ ના અનુકૂલનો તેની વિશેષતાઓ અને તેના સંવર્ધન અંગેની વિસ્તૃત માહિતી આપીને મેનગ્રૂવ્સ ના મહત્વપૂર્ણ પાસા વિશે સૌને માહિતગાર કર્યા. ડો. માનસી ગોસ્વામી દ્વારા મેનગ્રૂવ્સ ના રહેઠાણ અને ભારત માં તેના અનુકૂલિત વિસ્તારો પર માહિતી આપી સાથે વૈશ્વિક તેમજ ભારત અને ગુજરાત માં મેનગ્રૂવ્સ નું સ્ટેટસ અને તેની ઉપયોગિતા વિશેની ચર્ચા કરી. મેનગ્રૂવ્સના વિવિધ પ્રકારો અને તેના વિકાશ માટે અનુકૂલિત રહેઠાણો ની વ્યૂહરચના ના વિશાળ દર્શન કરાવ્યા.. આ કાર્યક્રમ ના અતિથિ વિશેષ માં ભાગવત સ્વરૂપ શર્મા (હેડ, એનવાયરન્મેંટ ડિપાર્ટમેંટ) અને જયેશકુમાર રોહિત (હેડ, હોર્ટીકલ્ચર ડિપાર્ટમેંટ) ઉપસ્થિત રહ્યા જેમના દ્વારા પણ આ દિવસ અંગે ની માહિતી આપતા વિધ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. જેમને વિધ્યાર્થીઓ ને ભવિષ્ય ના હીરો કહી ને આ નિવ્સન તંત્ર ને બચાવવા માટે હાકલ કરી. કાર્યક્રમ નું સંચાલન પ્રિયંકા સોની દ્વારા નિપુણતા થી કરવામાં આવ્યું અને આભાર વિધી કિશોરભાઇ ચાવડા દ્વારા વ્યક્ત કરવામાં આવી. તેમણે સમગ્ર કાર્યક્રમ ના સફળતાપૂર્વક આયોજન માટે સહભાગી સૌ મહેમાનો, વિધ્યાર્થીઓ અને સંસ્થા નો આભાર માન્યો.
વર્કશોપમાં વિધ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું અને વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા. ઉપરાંત, ગૃપ ચર્ચા, પ્રોજેક્ટ આયોજન અને ભવિષ્યનાં સંરક્ષણ પ્રોજેક્ટ માટે નેટવર્કિંગ સુવિધાઓની માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવી. દરેક વિધ્યાર્થી ને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમો દ્વારા અદાણી ફાઉન્ડેશન – મુન્દ્રાએ મેનગ્રૂવ્સના સંરક્ષણ પ્રત્યે વિવિધ સમુદાયના સભ્યોમાં વધુ સમજણ અને પ્રતિબદ્ધતા વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. અદાણી દ્વારા 162 હેક્ટર વિસ્તારમાં મેનગ્રૂવ્સ વૃક્ષોની વાવણી પણ કરવામાં આવેલ છે, જે દરિયાઈ પર્યાવરણીય સંરક્ષણમાં મહત્વનો ફાળો બની રહ્યો છે. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા અદાણી ફાઉન્ડેસન વિવિધ સમુદાય જેમકે શાળા ના બાળકો, માછીમારો અને વિષયીક વિધ્યાર્થીઓ માં જાગૃતતા લાવવાના પ્રયાશો હાથ ધરી નવી આશા જાગ્રત કરી રહી છે.
