જી. કે. જન. અદાણી હોસ્પિમાં વર્ષ દરમિયાન ખભાના સ્નાયુ ફાટી જવાના ૩૦ જેટલા વિનામૂલ્યે સફળ ઓપરેશન કરાયા

જી.કે જનરલ અદાણી હોસ્પિટલમાં ખભાના  ફાટી ગયેલા (રોટેટર કફ)સ્નાયુની આયુષ્માન કાર્ડ હેઠળ વર્ષ દરમિયાન દૂરબીનથી સરેરાશ 30 જેટલી સફળ શાસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.

હોસ્પિટલના ઓર્થો વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડો. કેલ્વિન સુરેજાએ કહ્યું કે, યુવાન વય કરતાં વડીલોમાં સ્નાયુ નબળા પડી જવા અને પડી-આખડી જવાથી કે વજન ઊંચકવાથી નબળાં સ્નાયુને કારણે આવી સમસ્યા વધુ જોવા મળતી હોય છે. 

આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ખભાના આવા ઓપરેશન  જી.કે. જનરલમાં  કરવામાં આવતા હોવાનું ઓર્થો સર્જન ડો. સુરેજાએ વધુમાં જણાવી ઉમેર્યું હતું કે, ખભાના સ્નાયુ અર્થાત રોટેટર કફ  હાથના ઉપરના ખભાના હાડકાને પોતાની જગ્યાએ યથાવત અને મજબૂત રીતે બાંધી રાખવા માંશપેશી મહત્વની ભૂમિકા ભજવે છે અને હાથને ચારે બાજુ ઘુમાવવા મદદરૂપ બને છે.

જો માંશપેશીમાં કોઈ કારણથી  નુકસાન થાય તો દુખાવો થવા ઉપરાંત સાંધામાં ઘસારો થવો રાત્રે દુખાવો વધી જવો અને બીજી સમસ્યા પણ ઊભી થઈ શકે.આ સ્થિતિનું નિદાન એક્ષ રે તથા MRI દ્વારા થાય છે.માટે તેનો ઇલાજ જરૂરી છે, નહિતો દૈનિક ગતિવિધિમાં રૂકાવટ સર્જાઈ શકે.

દરમિયાન ઓર્થો સર્જન ડો.ઋષિ સોલંકીએ કહ્યું કે,જી.કે.માં આયુષ્યમાન કાર્ડ હેઠળ આ ઉપરાંત દૂરબીનથી ઢીંચણની ગાદી ફાટી જવી કે લિગામેન્ટને નુકસાન થવાના  ઓપરેશન પણ થાય છે.જી.કે.માં આ પ્રકારના તમામ ઓપરેશન માટે અદ્યતન ઓપરેશન થિયેટર અને  આધુનિક ઉપકરણો હોવાથી ઓપરેશનને સફળતા મળી રહી છે.

Leave a comment