અનેક બદીઓથી ઘેરાયેલા પૂર્વ કચ્છ વિસ્તારમાં દેશી વિદેશી દારૂનું ચલણ વ્યાપકપણે ફેલાયું હોવાની ફરિયાદ વચ્ચે પોલીસની કામગીરી દરમિયાન વારંવાર વિદેશી શરાબ પણ ઝડપાતો રહે છે. દરમિયાન આજે પોલીસ વિભાગ તરફથી જાહેર કારાયેલી યાદીમાં ગંભીર અને ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં પૂર્વ કચ્છ ટ્રાફિક પોલોસની એકજ તારીખમાં કરાયેલી કામગીરી દરમિયાન દારૂ પીધેલી હાલતમાં 63 લોકો વાહન ચલાવતા ઝડપાયા હતા. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગતો મુજબ ગેરકાયદેસર વગ૨ પાસ ૫રમીટે કેફીપીણુ પીધેલી હાલતમાં નશો કરી વાહન ચલાવતા ઈસમો ૫૨ કાયદેસ૨ની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક સાગ૨ બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ-કચ્છ જિલ્લામાં ગેરકાયદેસ૨ વગર પાસ ૫રમીટે કેફીપીણુ પીધેલી હાલતમાં નશો કરી વાહન ચલાવતા ઈસમો પર સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. ડ્રાઈવ દરમિયાન તમામ પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી ગેરકાયદેસર વગર પાસ પરમીટે કેફીપીણુ પીધેલી હાલતમાં નશો કરી વાહન ચલાવતા ઇસમોની ધરપકડ કરી એમ.વી.એક્ટ કલમ 185 મુજબ કુલ-63 સામે કેસ કરવામાં આવ્યા હતા.
