ભદ્રેશ્વર અદાણી વિદ્યામંદિર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતમાં દર વર્ષે ૨૬ જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સામે ભારતની જીતની યાદમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ “ઓપરેશન વિજય” હેઠળ પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડી મૂક્યા હતા. ભારતીય સેના ટાઇગર હિલ અને અન્ય ચોકીઓ કબજે કરવામાં સફળતા મેળવી હતી. જુલાઈ, ૧૯૯૯ના રોજ કારગિલમાં ભારતીય તિરંગો લહેરાવી દીધો હતો. કારગિલ યુદ્ધ ૬૦ થી વધુ દિવસ સુધી ચાલ્યું. આ યુદ્ધમાં આશરે બે લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો. કારગિલ યુદ્ધ ૨૬ જુલાઈ, ૧૯૯૯નાં રોજ ભારતની જીત અને પાકિસ્તાનની હાર સાથે સમાપ્ત થયું હતું. આ દિવસને ભારતીયો ક્યારેય પણ ભૂલી નહિ શકે.

અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તારીખ:૨૬ જુલાઈ ૨૦૨૪ને શુક્રવારના રોજ શાળામાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના 6 થી 9 ધોરણના કુલ 250 જેટલા બાળકો જોડાયા.   

કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી અનિલભાઈ ભટ્ટી, નિવૃત્ત ફોજદાર, ભારતીય સેના હતા તેમની સાથે  ભારતીય સેનાના નિવૃત્ત સિપાહીઓ આમદભાઈ સોતા,   વનરાજસિંહ જાડેજા, વિજયભાઈ આચાર્ય તેમજ હાલના સમયમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા પ્રતિપાલસિંહ જાડેજા પણ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ મહેમાનશ્રીઓએ શાળાના બાળકોને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું. મુખ્ય મહેમાનશ્રી અનીલભાઈ ભટ્ટી કે જેઓ કારગીલ યુદ્ધમાં સામેલ હતા અને આ યુદ્ધની જીતના સાક્ષી રહ્યા હતા. તેઓએ પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સામે રજૂ કર્યા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તે સમયે મેળવેલ જીત આજે ભારતના અનેક યુવાઓને પ્રેરણા આપે છે. સાથે પ્રતિપાલસિંહ જાડેજા કે જેઓ હાલના સમયમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે તેઓએ પણ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સિદ્ધિ મેળવવા માટે સખત પરિશ્રમ કરવો જરૂરી છે. સાથે પધારેલ અન્ય મહેમાનશ્રીઓએ પણ પોતાના શબ્દો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કાર્ય હતા.

 આજરોજ શાળામાં વિધાર્થી પરિષદના વિધાર્થી પદાધિકારીઓની પણ નિમણુક કરવામાં આવી હતી જેમાં શાળાના હેડ બોય અને હેડ ગર્લ સાથે શાળાના વિવિધ હાઉસ જેવા કે સત્ય, શૌર્ય, સંસ્કાર અને સિદ્ધાંત હાઉસના લીડરોની પણ ચુંટણી પ્રક્રિયા દ્વારા નીમવામાં આવ્યા હતા. વિધાર્થી પરિષદના વિધાર્થીઓને બેડ્ઝ પેરાવવામાં આવ્યા સાથે તેમના કાર્ય મુજબની સપથ લેવડાવવામાં આવી હતી.

કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના બાળકોમાં દેશપ્રેમ જાગે તથા ભારતના વીર શહીદોના બલિદાનો વિશે જાણે માટે કાર્યક્રમથી બાળકોમાં દેશપ્રેમની ભાવના જાગૃત થઈ. જે બાળકોએ આપેલ પ્રતિભાઓથી જાણવા મળ્યું ભવિષ્યમાં બાળકો દેશ માટે કંઈક કરે તેવી મહેમાનશ્રીઓને ખાતરી પણ આપી.

Leave a comment