ભારત સરકારની સૌથી મોટી વીમા કંપની LIC અને ભારતની સૌથી મોટી સરકારી બેંક SBI ના શેરો ખાનગી હરીફોને ખૂબ જ પાછળ રાખી રહ્યા છે

ભારત સરકારની સૌથી મોટી વીમા કંપની LIC અને ભારતની સૌથી મોટી સરકારી બેંક SBI ના શેરો ખાનગી હરીફોને ખૂબ જ પાછળ રાખી રહ્યા છે. આ બે લીડર્સ ‘ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરી’માં તેમના મોટા પ્રમાણમાં તેમના એક્સપોઝરનો લાભ ખાટી રહ્યા છે. છેલ્લા એક જ વર્ષમાં LICના શેરમાં 61% નો વધારો થયો છે. જેની સરખામણીમાં HDFC લાઇફ ઇન્સ્યોરન્સ, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ અને SBI લાઇફ ઇન્સ્યોરન્સ સમાન સમયગાળા દરમિયાન માત્ર -10% થી 13% ના વળતર આપ્યું છે.

તેવી જ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વર્ષ દરમિયાન SBIના શેરમાં 48%નો ધરખમ વધારો થયો છે, જ્યારે તેની સમકક્ષ ખાનગી બેંક HDFC, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક અને એક્સિસ બેંકના શેરમાં માત્ર -3% થી 24%ની રેન્જમાં વધારો થયો છે. કોટક અને HDFC બેન્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નગણ્ય એક્સપોઝર ધરાવતી અને સૌથી ખરાબ પ્રદર્શન કરી રહી છે. તેમના શેર અનુક્રમે -4% અને 1% જેટલુ વળતર આપે છે.

LIC, SBI અને અદાણી ગ્રુપ

ગત વર્ષે જયારે LIC અને SBIના નામો અદાણી ગ્રૂપ સાથેના વ્યહવારોની તપાસ હેઠળ ઉછળ્યા હતા ત્યારે વિપક્ષે ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહ અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેમના રોકાણના નિર્ણયો પર સવાલો ઉઠાવ્યા હતા. જો કે, એક વર્ષ બાદ એ વાતની સંપૂર્ણપણે હવા નીકળી ગઈ હતી.

ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયરના કમબેક બાદ વીમા કંપનીએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેના રોકાણ પર 60%  એટલે કે, USD 3 બિલિયનથી વધુનો લાભ મેળવ્યો હતો.  

તેવી જ રીતે રિટેલ લોન પર વધુ ફોકસ અને વૃદ્ધિની તકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અવગણવાની વ્યૂહરચના HDFC બેન્ક અને કોટક બેન્કના શેરધારકો માટે હાનિકારક સાબિત થઈ રહી છે.

સ્ટોક્સ અને ઇન્ફ્રા એક્સપોઝરના પરસ્પર સબંધ

વ્યૂહાત્મક ખામીઓના જોખમી પરિણામો

મોટાભાગની ભારતીય વીમા કંપનીઓ અને બેંકોએ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રહેલી તકોનો લાભ ઉઠાવવાનો હજુ બાકી છે. લાંબા ગાળે તે માત્ર તેના શેરધારકો માટે જ નહીં પરંતુ વીમા કંપનીઓના પોલિસીધારકો સહિત અન્ય હિસ્સેદારો માટે પણ જોખમી પુરવાર થઈ શકે છે.

ભારતીય વીમા કંપનીઓએ BFSI, IT અને ઉપભોક્તા ક્ષેત્રોમાં રોકાણ કેન્દ્રિત કર્યું છે – જે તમામ તાજેતરના ભૂતકાળમાં અંડરપર્ફોર્મર રહ્યા છે. તેમના રોકાણમાંથી માત્ર 8-14% ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં છે. વૈશ્વિક ધોરણોની સરખામણીમાં આ ઘણું ઓછું છે. મોટી વૈશ્વિક વીમા કંપનીઓ જેમ કે એલિયાન્ઝ, નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ, મેટલાઈફ અને અન્ય વીમા કંપનીઓ જેમ કે બર્કશાયર હેથવે પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં 15% થી 40% સુધીનું મોટું એક્સપોઝર છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈશ્વિક વીમા કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટને મહત્વપૂર્ણ રોકાણ તરીકે લઈ રહી છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતોનો સ્થિર અને લાંબા ગાળાનો રોકડ પ્રવાહ કુદરતી રીતે વીમા કંપનીઓની જવાબદારીઓ સાથે સુસંગત છે. વધુમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં પ્રવેશ માટેના ઊંચા અવરોધો, મજબૂત કિંમત નિર્ધારણ શક્તિ, માળખાકીય વૃદ્ધિ અને અનુમાનિત રોકડ પ્રવાહની રક્ષણાત્મક લાક્ષણિકતાઓ ધરાવે છે અને લિસ્ટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોને ફુગાવાથી સુરક્ષિત આવક અને નક્કર મૂડીમાં વૃદ્ધિ પ્રદાન કરી શકે છે.

અદાણી ગ્રૂપને ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરી માટે પ્રોક્સી તરીકે જોવામાં આવે છે. તેની પાસે લગભગ 90% EBITDA (વ્યાજ કર અને ઋણમુક્તિ પહેલાની કમાણી) એવી અસ્કયામતોની છે જેનું રેટિંગ ‘A+’ અથવા તેનાથી વધુ છે અને તેણે 25% થી વધુ EBITDA CAGR ટકાવી રાખ્યું છે.

મુખ્ય સૂચકાંકો માટે અદાણી જૂથ (ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની પ્રોક્સી) નું આઉટપરફોર્મન્સ

2023 માં શોર્ટ-સેલર (હિંડનબર્ગ) રિપોર્ટ સહિત વિવિધ બાહ્ય અસ્થિરતાઓ હોવા છતાં 11 લિસ્ટેડ કંપનીઓ એકંદર માર્કેટ કેપિટલાઇઝેશન વ્યાપક બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી અને નિફ્ટી બેન્ક સહિત હેવી-વેઇટ સેક્ટર સૂચકાંકો કરતાં ઘણી ઝડપથી વૃદ્ધિ પામી છે.  

Leave a comment