ગાંધીધામ નગરપાલિકા સમક્ષ સફાઇ કામદાર સેલએ રજુ કરી સમસ્યાઓ

ગાંધીધામ નગરપાલિકાના વર્ગ 3 અને 4 તેમજ કાયમી અને વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા એવા સફાઈ કામદારો ની વર્ષોથી અટકાવેલા આર્થિક લાભો તેમજ અન્ય અત્યંત જરૂરી એવી પડતર માંગણીઓ સંદર્ભ મુખ્ય અધિકારી, પ્રમુખને તેમજ આ બાબતે ધારાસભ્ય માલતી બહેન મહેશ્વરી અને રાજકોટ પ્રાદેશિક નિયામકને આ બાબતે ગંભીરતાથી લઈને પોતાના હોદાનો દખલગીરી કરીને આ ગંભીર ઉકેલ લાવવા માટે માંગ કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના સફાઈ કામદાર સેલના પુનઃ આજરોજ 30 દિવસ માં પુરી કરવા માટે જણાવવા માં આવી હતી. અન્યથા 30 બાદમાં આ બાબતે પાલિકા કચેરી ની સામે ગાંધીચિંધ્યા માર્ગે – અનશન પર ઉતરવામાં આવશે.

કચ્છ જીલ્લા ભાજપ સાથે જોડાયેલા વાલ્મિકી સમાજ ના સક્રિય કાર્યકરો, સમાજ ના આગેવાનો, નગરસેવકો, વડીલો, યુવાઓ, અને તમામ જોડાયેલા આ લાભ સહાય થી પીડિત કર્મચારીઓના સહયોગ થી અનશન માં સહયોગ પણ દેવાની ખાતરીએ જણાવવામાં આવ્યું હોવાનું કચ્છ જીલ્લા ભાજપ સફાઈ કામદાર સેલના સંયોજક શિવજીભાઈ કે. વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે પત્ર પાઠવતા માંગણી કરી હતી કે કાયમી સફાઈ કામદાર જે 2018-19 બાદ સ્વેચ્છિક રાજીનામુ આપ્યુ કે નિવૃત કે અવસાન થયા હોય. તેમવાને 7માં પગાર પંછ અનુસાર એરીયર્સ તફાવતની રકમ આપવાની રહે છે, જે અંદાજે 9 કરોડ જેટલી થાય છે.

તો નિવૃત કર્મચારીઓને ગ્રેચ્યુઈએટીનો લાભ નથ મળ્યો, સફાઈ કામદારોને જાડુ, કચરાઓ ભેગા કરવા ડબ્બાઓ, હાથના મોજાઓ, દર વર્ષે મળતા કપડાઓની ગર્મી, ઠંડી અને ચોમાસાની ઋતુમાં આવશ્યક સાધનો નથી મળ્યા, કોઇ આકસ્મિક બનાવ કે અકસ્માત બને તો તેમનું મેડિકલ ખર્ચ ઉઠાવવું જોઇએ, પગાર વિલંબ કરવા, સાથે ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને આર્થિક લાભો આપવા માંગ કરાઈ હતી. જો આ પ્રશ્નોનો હલ ત્રીસ દિવસમાં સંતોષજનક રૂપે નહી થાય તો પાલિકા કચેરી સામે ગાંધી ચીંધ્યા માર્ગે અનશન પર બેસવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

Leave a comment