મચ્છરજન્ય રોગોને નાથવા વાહનથી પોરા નાશક લીક્વીડનો છંટકાવ કરાયો

  • મચ્છરજન્ય રોગ ન જન્મે તે માટે પાલિકાના મેલેરીયા વિભાગ દ્વારા કાર્યવાહી
  • આદિપુર અને મહેશ્વરી નગરમાં ભરાયેલા પાણીમાં મારો

ગાંધીધામ આદિપુરમાં વરસાદ બાદ ઠેર ઠેર ભરાયેલા પાણીથી મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધે અને તે સહિતની સમસ્યાઓ પેદા થાય તે માટેની દહેશત ઉભી થઈ હતી,જેને નાથવા પાલિકાના મેલેરીયા વિભાગ દ્વારા ડાયફ્લુબેન્કયુરોન લીક્વીડનો છંટકાવ કરાયો હતો.

પાલિકાના સીઓ સંજયકુમાર રામાનુજના માર્ગદર્શન હેઠળ મેલેરીયા વિભાગે ગાંધીધામના મહેશ્વરી નગર અને આદિપુરના વિસ્તારો જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે, તે સ્થળે નગરપાલિકાની મેલેરીયા વિભાગની ટીમે મુલાકાત લઈને પોરાનાશક દવાઓના લીક્વીડનો છંટકાવ કર્યો હતો. જેથી મચ્છરોનો ઉપદ્રવ વધતો અટકાવી શકાય. ગાંધીધામમાં જળ ભરાવ એક મોટી સમસ્યા છે ત્યારે ઠેર ઠેર ભરાયેલા પાણીમાં આવી સમસ્યા ન ઉપજે તે માટે જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. આ કામગીરીમાં પાલિકાના ફાયર ફાઈટરનો ઉપયોગ પણ લેવામાં આવ્યો હતો.

Leave a comment