અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા ભારતમાં સૌપ્રથમ સેલ્ફ સર્વિસ કિઓસ્ક સેવાઓનો પ્રારંભ

અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) ભારતમાં સૌ પ્રથમવાર અમદાવાદ ખાતે ગ્રાહકોની સુવિધા વધારતા કિઓસ્ક સેવાઓ શરૂ કરી છે. ગ્રાહકોની સવલતોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા કોઈપણ શહેરમાં ગેસ વિતરણ સેલ્ફ-સર્વિસ કિઓસ્ક શરૂ કરી નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ નવીન સેવા અમલમાં આવવાથી ગ્રાહકોને તેમના પ્રશ્નોનું અસરકારક નિરાકરણ લાવવામાં મદદ મળશે. ભારતભરમાં CGD સેવાઓમાં કિઓસ્ક એક નવું ધોરણ સ્થાપિત કરવા અગ્રેસર છે.

ATGL એ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ગ્રાહકો માટે સૌ પ્રથમ સેલ્ફ-સર્વિસ કિઓસ્ક શરૂ કર્યુ છે. અદાણી ગ્રૂપના ઈનોવેટીવ અને ગ્રાહક-કેન્દ્રિત સોલ્યુશન્સના વિઝન સાથે જોડાયેલી છે. કેન્દ્રિય કાર્યાલયોમાં મૂકવામાં આવેલી આ સુવિધાથી સમસ્યાઓનું ઝડપી સમાધાન લાવવામાં મદદ મળશે. આ પહેલ ગ્રાહકોના અનુભવોને બહેતર બનાવવા માટે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ લેવાની કંપનીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.  

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રેરિત વિશ્વમાં કિઓસ્કની નવતર સુવિધાથી ગ્રાહકોની સગવડોમાં વધારો થશે. તેનાથી ગ્રાહકોને PNG એકાઉન્ટ્સનું સંચાલન કરવા કતારમાં રાહ જોવાની જરૂર નહીં પડે. સ્વિફ્ટ રિઝોલ્યુશનની સુવિધા વાત કરીએ તો, તે ફરિયાદો, વિનંતીઓ, ટ્રેકિંગ માટે કાર્યક્ષમ અને અસરકારક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. મેન્યુઅલ હસ્તક્ષેપ વિના સીમલેસ ડિજિટલ કનેક્ટીવીટીથી તેમાં આધુનિક ગ્રાહક સેવાનો ઉત્કૃષ્ટ અનુભવ મળે છે.  

ભારતમાં વધતા ગ્રાહકોની સંખ્યાને જોતા આ નવું કિઓસ્ક ગ્રાહકોને કંપની સાથે ઝડપી અને વધુ કાર્યક્ષમ રીતે જોડાવામાં મદદ કરશે. વળી આ સિસ્ટમમાં ડેટા સુરક્ષાની સંપૂર્ણ ખાતરી રહે છે. ગ્રાહકોના ડેટાને સુરક્ષિત કરવા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે અદ્યતન સુરક્ષા વ્યવસ્થાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ATGL ‘કેર ટુ ડિલાઈટ’ પરિવર્તન યાત્રા માટેની પ્રતિબદ્ધતામાં અડગ છે. કંપની સ્ટાફની તાલીમમાં પણ રોકાણ કરી રહ્યું છે, જેથી ગ્રાહકોને નવા ડિજિટલ ટૂલ્સનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ અને માર્ગદર્શન મળી શકે. આ સર્વગ્રાહી અભિગમ ગ્રાહકોના અનુભવ અને સંતોષમાં નોંધપાત્ર વધારો કરશે.

હંમેશા અસાધારણ સેવા પ્રદાન કરવામાં અગ્રેસર ATGL આ નવા માઈલસ્ટોનને લઈને ઉત્સાહિત છે. તમામ ગ્રાહકોને સેલ્ફ-સર્વિસ કિઓસ્કનો લાભ લેવા તે પ્રોત્સાહિત કરે છે. નજીકના ભવિષ્યમાં આ સુવિધાનો વ્યાપ દેશભરના અનેક કેન્દ્રોમાં વધારવામાં આવશે.   

Leave a comment