ભુજ, અત્રેના અદાણી સ્કિલ ડેવલપમેન્ટ અને લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ઇન્ટરવ્યુ અને નાણાકીય સાક્ષરતાના હેતુસર ખાસ વર્ગોનું આયોજન કરાયું હતું. કોલેજના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યશાળા તાલીમ ભરી હતી. કોલેજના આચાર્ય ડો ઝાલા અને અધ્યાપક ડો એક્તાબેન જોષીના સહકારથી ઇન્ટરવ્યુ ઉપરાંત નાણાકીય શિસ્ત અને સાક્ષરતા ઉપર વિદ્યાર્થીઓને સમાંતર જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. આ તાલીમ કલાસનું આયોજન, વર્ગ સંચાલન અને પ્રશિક્ષણ ભુજ અદાણી સ્કિલ ડેવ.ના પૂર્વીબેન ગોસ્વામીએ આપ્યું હતું.
