શહેર ના હ્રદય સમા વિસ્તાર ડીસી-2 એરિયા માં કાંજાણી પાર્ક મધ્યે આવેલા ઝુલેલાલ મંદિર ઉપર તારીખ “દુખાયલ તેજ દિલગીર” અદબી ક્લબ તરફથી ગાંધીધામ ના સાહિત્યકાર લાલ હોતચંદાણી “લાચાર” સાહિત્ય અકાદમી દિલ્લી થી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયા છે, તેમનું સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીધામ ના ગૌરવ અને સિંધી સાહિત્યમાં અગ્રેસર એવા દાદા લાલ હોતચંદાણી ને દિલ્લી સાહિત્ય અકાદમી તરફથી તેમના પુસ્તક “દોસ્તન જી દોસ્તી “ પુસ્તક ઉપર તેમને સન્માન મળ્યું છે તે અનુસંધાને તેમનું સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તિલક લગાડી , શાલ ઓઢાડી, હાર તોરા અને મીઠાઈ સાથે સંસ્થા ના પ્રમુખ એસ. વી. ગોપલાણી તેમજ મેનેજિંગ ડાયરેક્ટર રોશન ગોપલાણી અને શ્રોતાજન દ્વારા ફૂલો ની વર્ષા સાથે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ માં સર્વે ટ્રસ્ટી, સાહિત્યકારો, કલાકારો અને શ્રોતાઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ હતા. સાથે સાથે પદમા મોટવાણી ના પુસ્તક “ખાસિયતુન જો ખજાનો” નો વિમોચન કરવામાં આવ્યું હતું. કમલેશભાઈ માઈદાસાની અને સિંધી સેવા મંચ તરફથી બંને નું શાલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
ચંદ્ર ના શુભ પ્રસંગે કરાઓકે ક્લબ તથા મીઠી સંગીત ક્લાસ દ્વારા ગીત સંગીતના સથવારે, ભજન, અખો , પલવ અને આરતી કરવામાં આવી હતી. ગૌતમ નંદવાણી દ્વારા સંગીત પીરસવા માં આવ્યું હતું. સાહિત્યકાર નિવૃત આચાર્ય ઓકેશ કુમાર ખત્રી તરફથી સંસ્થા ને આવા અભૂતપૂર્વ કાર્યક્રમના આયોજન માટે આશીર્વચન આપ્યા હતા. આયોજન ચમત્કારી ઝૂલેલાલ મંદિર ઉપર નામી અનામી સહયોગીઓ ના સાથ સહકારથી કરવામાં આવેલું હતું, સાથે સાથે પ્રોગ્રામ પૂરો થતાં મહાપ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જનતા નો આભાર એસ .વી. ગોપલાણી દ્વારા માનવામાં આવ્યું હતું. તેમ કો ઓર્ડનેટર રેખાબેન લાલવાણીએ જણાવ્યું હતું.
