એન્ટી ડ્રગ્સ અવેરનેસના સંદેશ સાથે એબીવીપીનો સ્થાપના દિવસ ઉજવાયો

તોલાણી ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ આદિપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ તથા રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આદિપુર-ગાંધીધામ નગર (પૂર્વ કચ્છ) દ્વારા ‘એન્ટી ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

આયોજનમાં કચ્છમાં વધતી ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય સીમાવતી વિસ્તાર હોવાથી યુવાનોને એન્ટી ડ્રગ્સ જેવા અનેક વિષય અને જાગૃત નાગરિક તરીકે સીમા પર યુવાનોની ફરજ વિશે યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં 200 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આદિપુર ટી.એમ.એસ.ડી મહિલા કોલેજના પ્રમુખ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી “બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર”, લઘુ ઉદ્યોગ ભારતી કચ્છ વિભાગ પ્રમુખ કિરણભાઈ આહીર , ગાંધીધામ એસ.ઓ.જી માંથી ગોપાલભાઈ સુદમ , ઇન્દુબેન જોશી , કોલેજના આચાર્ય હિરેનભાઈ સાગર,અ.ભા.વિ.પ પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડો.અજયભાઈ રાઠોડ, અ.ભા.વિ.પ પૂર્વ કચ્છ જિલ્લા સંયોજક જયભાઈ આહીર , આદિપુર નગરમંત્રી આશુતોષ અયાચી હાજર રહ્યા હતા. સાથે 2023-24 નગર કારોબારી વિસર્જન કરી અને 2024-25 ની નુતન કારોબારીની ઘોષણા કરી અને જવાબદારી સોંપવામાં આવી હતી.

Leave a comment