પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાપર તા.પં.ની સભામાં વાર્ષિક હિસાબ વાંચન અને વિકાસ કામોને બહાલી આપવામાં આવી

રાપર તાલુકા પંચાયત કચેરી ખાતેના સભા ખંડમાં આજે સામાન્ય સભા મળી હતી. જેમાં કારોબારી સમિતિની સભા સાથે સામાજિક ન્યાય અને અધિકારિતા સમિતિની બેઠક યોજાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વાર્ષિક વાંચન તથા વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ઠરાવોના અમલીકરણ માટે સુચના આપવામાં આવી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે રોડ, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પાણી અને સફાઈ સહિતના કામોમા પ્રગતિ લાવવા માટે જરૂરી કાર્યો માટેની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન કારોબારી સમિતિ દ્વારા જુદી જુદી યોજનાઓ અંગે સમજણ અને માહિતી આપવામા આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારિતા સમિતિની બેઠકમા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનુસુચિત જાતિ તથા સામાજિક રીત પછાત વર્ગના લોકોના વિસ્તારોમાં જીવન જરૃરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે જરૂરી સુચના આપવામાં આવી હતી.

આજે મળેલી બેઠકોમા ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા, ઉપપ્રમુખ ભાવેશ પટેલ, હિશાબનીશ દિનેશ સુથાર, કારોબારી સમિતિના અધ્યક્ષ જયદીપસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી, હમીરજી સોઢા, અધિકારીઓ, પદાધિકારીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment