શેરબજારે આજે એટલે કે 4 જુલાઈએ સતત ત્રીજા દિવસે ઓલટાઈમ હાઈ થયું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 80,392ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 24,401ના સ્તરને સ્પર્શ્યો હતો. જોકે, આ પછી ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 62 પોઈન્ટના વધારા સાથે 80,049ના સ્તરે બંધ થયો હતો.
નિફ્ટીમાં પણ 15 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 24,302ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં વધારો અને 15માં ઘટાડો જોવા મળ્યો છે. આઇટી, બેન્કિંગ અને પાવર શેર્સમાં વધુ તેજી હતી.
NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, ફાર્મા ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.39%નો વધારો થયો હતો. આ સિવાય હેલ્થ કેરમાં 1.28%, નિફ્ટી ITમાં 1.10% અને ઑટોમાં 0.73%નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી મીડિયા, મેટલ, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસ અને ઓઈલ એન્ડ ગેસમાં ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન બજારોમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ 0.21% ઉપર છે. તાઇવાન વેઇટેડ 1.33% અને કોરિયાનો કોસ્પી 0.59% ઉપર છે. હેંગસેંગ 0.43% વધીને કારોબાર કરી રહ્યો છે. જોકે, શાંઘાઈ કમ્પોઝિટમાં 0.16%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બુધવારે અમેરિકન માર્કેટમાં તેજી રહી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 23.85 (0.06%) પોઈન્ટ વધીને 39,308 થઈ. NASDAQ 159.54 (0.88%) પોઈન્ટના વધારા સાથે 18,188ના સ્તરે બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 28.01 (0.51%) પોઈન્ટ વધીને 5,537 પર બંધ થયો હતો.
NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ બુધવારે એટલે કે 3 જુલાઈના રોજ રૂ. 5483 કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ રૂ. 924 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
ગઈકાલે એટલે કે 3જી જુલાઈએ સેન્સેક્સ પહેલીવાર 80 હજારને પાર કરી ગયો હતો. સેન્સેક્સને 70 હજારથી 80 હજાર સુધી પહોંચવામાં 7 મહિના લાગ્યા. 11 ડિસેમ્બર 2023ના રોજ સેન્સેક્સ 70 હજાર હતો જે હવે 3 જુલાઈના રોજ 80 હજાર પર પહોંચી ગયો છે. તે જ સમયે, સેન્સેક્સને 60 હજારથી 70 હજાર સુધી પહોંચવામાં 2 વર્ષથી વધુ સમય લાગ્યો. આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 10%નો વધારો જોવા મળ્યો છે અને છેલ્લા એક વર્ષમાં 22%નો વધારો થયો છે.
અગાઉ ગઈકાલે એટલે કે 3જી જુલાઈના રોજ શેરબજારે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 80,074ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 24,307ના સ્તરને સ્પર્શ કર્યો હતો. જોકે આ પછી બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 545 પોઈન્ટના વધારા સાથે 79,986 પર બંધ થયો. નિફ્ટી પણ 162 પોઈન્ટ ઉછળ્યો હતો. 24,286ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં ઉછાળો અને 6માં ઘટાડો જોવા મળ્યો હતો.
