હવે ખિદરત ટાપુ પરથી વધુ 10 બિનવારસુ પેકેટ મળ્યા

કચ્છના દરિયા કિનારેથી ગત શનિવારે બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળવાનું શરૂ થયું છે.જે સિલસિલો યથાવત રહેતા સતત છઠા દિવસે પણ જખૌ મરીન પોલીસને ખિદરત ટાપુ પરથી વધુ દસ પેકેટ મળી આવ્યા છે. ગત શનિવારે બીએસએફની ટીમને રોડાસર ક્રિક વિસ્તારમાંથી બિનવારસુ બે પેકેટ મળી આવ્યા હતા.જે બાદ રવિવારે કોઠારા પોલીસને ઘડુલી-પીંગલેશ્વર દરિયા કિનારેથી રૂપિયા 5.34 કરોડની કિંમતના 10 પેકેટ મળી આવ્યા હતા.જયારે મંગળવારે સિંધોડી વિસ્તારમાંથી જખૌ મરીન પોલીસે 4.80 કરોડની કિંમતના 9 પેકેટ કબ્જે કર્યા હતા.જે બાદ ગુરુવારે પેટ્રોલીંગમાં રહેલ જખૌ મરીન પોલીસને વધુ 10 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે.

ગુરુવારે દસ વાગ્યે ખિદરત ટાપુ પર સર્ચ કરવા નીકળેલ પોલીની ટીમને સાડા ત્રણ વાગ્યાના સમયે દરિયા કિનારે એક પ્લાસ્ટિકના તૂટેલા કોથળામાં શંકાસ્પદ પદર્શ ભરેલ 10 બિનવારસુ પેકેટ દેખાયા હતા.દરિયાઈ માટી અને પાણીથી પલળેલા પેકેટ પોલીસે કબ્જે કર્યા બાદ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.અને મળી આવેલા પેકેટ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે સતત મળી રહેલા માદક દ્રવ્યોના પેકેટને કારણે વિવિધ એજન્સીઓ સતર્ક થઇ દરિયા કિનારે સતત પેટ્રોલિંગ કરી રહી છે.

Leave a comment