પર્યાવરણ સંરક્ષણને સમર્પિત કંપની અદાણી ગ્રીન એ રિન્યૂએબલમાં 35% નો વધારો કર્યો

વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર દેશમાં રિન્યૂએબલ ઉર્જાનો વ્યાપ અને વપરાશ વધારવાની ચર્ચા થઈ રહી છે, તેવામાં અદાણી જૂથની કંપની અદાણી ગ્રીન અને અદાણી એનર્જીએ રિન્યૂએબલ ઉર્જા સ્ત્રોતોથી વીજ ઉત્પાદનમાં સિમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે. અદાણી ગ્રીન એનર્જીએ કારોબારી વર્ષ 2023-24માં તેના પોર્ટફોલિયોમાં 2.8 GW નો નોંધપાત્ર વધારો કર્યો છે. પરિણામે અદાણી ગ્રીન એનર્જી દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બની ગઈ છે.

અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સે મળીને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અદાણી ગ્રૂપ દ્વારા બહાર પાડવામાં આવેલા ‘વાર્ષિક અહેવાલ 2023-24’ મુજબ તે દેશની સૌથી મોટી રિન્યુએબલ કંપની બની ગઈ છે. દેશમાં રિન્યુએબલ સ્ત્રોતોમાંથી 10,934 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે, જે ગત વર્ષની સરખામણીમાં 35% વધુ છે. કંપનીએ ગયા વર્ષે તેના સોલર પાવર પોર્ટફોલિયોમાં 2418 મેગાવોટ અને તેના વિન્ડ પાવર પોર્ટફોલિયોમાં 430 મેગાવોટનો ઉમેરો કર્યો છે.  

અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે બિઝનેસ વર્ષ 2023-24માં અદાણી ગ્રીન એનર્જીએ તેના પોર્ટફોલિયોમાં 2.8 ગીગાવોટની ક્ષમતા ઉમેરી છે. જેનાથી દેશની કુલ રિન્યૂએબલ ઉર્જા ક્ષમતામાં 15%નો વધારો થયો છે અને 1 કરોડ 56 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સ ગ્રૂપની ટ્રાન્સમિશન કંપનીએ નાણાકીય વર્ષ 2024માં તેની કુલ વીજ ખરીદીમાં રિન્યૂએબલ એનર્જીનો હિસ્સો વધારીને 34.51% કર્યો છે. નાણાકીય વર્ષ 21 માં તે માત્ર 3% હતો. 2022માં અદાણી એનર્જી કોકો તેના CDP (કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ) ક્લાઈમેટ ચેન્જ સ્કોર માટે ‘D’ રેટિંગ મળ્યું હતું. જોકે કંપનીના પ્રયાસોથી તેમાં સુધારો થયો અને 2023 સુધીમાં ‘B’ રેટિંગ હાંસલ કર્યું.

અદાણી એન્ટરપ્રાઇઝે તેના એરપોર્ટ બિઝનેસ દ્વારા ઉત્સર્જનમાં 24% ઘટાડો કર્યો છે. જૂથ દ્વારા સંચાલિત એરપોર્ટસ વીજળીની જરૂરિયાતના 57% રિન્યુએબલ સ્ત્રોતોમાંથી મેળવે છે અને આ વીજળીમાંથી લગભગ 10% અદાણી સોલર મેન્યુફેક્ચરિંગમાંથી મળે છે. અદાણી એન્ટરપ્રાઇઝે ખાણકામમાં પણ પાણીની જરૂરિયાત ઘટાડવામાં સફળતા મેળવી છે. કંપનીએ ખાણકામમાં પાણીના વપરાશમાં 19%નો ઘટાડો કર્યો છે. એટલું જ નહીં, પાણીનો વપરાશ ઘટાડીને કાર્બન ઉત્સર્જનમાં પણ 9%નો ઘટાડો થયો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024માં પણ 3 લાખ 28 હજાર વૃક્ષો વાવ્યા છે.

Leave a comment