ગાંધીધામના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટીવીસ્ટ રવિંદ્ર સબ્બરવાલ દ્વારા જીડીએના સચિવ સુનીલ સોલંકીને પત્ર પાઠવીને ગાંધીધામ આદિપુર સંકુલમાં થયેલા અનધીકૃત બાંધકામ અંગે ગુગલનો સહારો લઈને સર્વેક્ષણ કરવા માંગ કરી છે. આ સાથે વિશેષ રૂપે બે રેસ્ટોરંટનો ઉલ્લેખ કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર 2001ના ભુકંપ પછી ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરીને રજુઆતકર્તા દ્વારાજ બોડીની રચના માટે માંગ કરી હતી, જે આધારે રચના કરાઈ હતી. ત્યારે ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીના અધિકાર ક્ષેત્રમાં આવતા સમગ્ર વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ટાગોર રોડ અને રામબાગ રોડ પર રહેણાંક પ્લોટ પર કોમર્શિયલ બિલ્ડીંગોનું બાંધકામ કરાયું છે. આ બે રોડ પર બેનલા મોટા ભાગના બિલ્ડીંગ માલિકો પાસે કોમર્શીયલ ઉપયોગ માટે બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ નથી, જેથી તેમને કાયદેસર ફાયર સેફ્ટી એનઓસી મળવા પ્રાપ્ત નથી. આ મુદે ટાગોર રોડ પર બે ઈમારતો ટેન ઈલેવઅન અને અરમાયાનો ઉલ્લેખ કરતા અરજકર્તાએ જણાવ્યું કે તે એક નિશ્ચિત પરિવાર સલોની ઠક્કરની છે, જે જીડીએમાં કન્સલ્ટિંગ આર્કિટૅક તરીકે સેવા આપી રહ્યા છે. આ અંગે સીલ અને અન્ય પ્લોટો પર સાત દિવસમાં સર્વેનું કામ કરાય તેવી માંગ કરાઈ છે.
