જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ

રાજ્ય સરકારના આદેશના પગલે કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં જિલ્લા ખેતીવાડી અધિકારી,જિલ્લા પંચાયતના વડપણ હેઠળ જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં ખેતીની જમીનના નમૂના લેવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા પંચાયત, મદદનીશ ખેતી નિયામક(વિ),પેટા વિભાગ, ભુજ, નખત્રાણા તથા ભચાઉ ,મદદનીશ ખેતી નિયામક (જમીન ચકાસણી પ્રયોગશાળા), તથા વિસ્તરણ અધિકારી (ખેતી)ના સંકલન તથા માર્ગદર્શન હેઠળ જિલ્લાના ભુજ, માંડવી, મુંદ્રા, ભચાઉ, રાપર, અંજાર, ગાંધીધામ, અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના તમામ ગામોમાં સોઇલ હેલ્થ કાર્ડ માટે ગામદીઠ 21 જમીનના નમુના એકત્રીકરણ કરવાની કામગીરી જિલ્લાના 109 ગ્રામસેવકો દ્વારા ચાલુ છે.જે નમુનાનું જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથક્કરણ કરવામાં આવશે જેથી જમીનના સ્વાસ્થ્ય વિશેની માહિતી પ્રાપ્ત થશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

Leave a comment